Site icon

તો શું ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે સાથે આવશે- શર્મિલા ઠાકરેએ આપ્યું ચોંકાવનારું નિવેદન

mns has decided worli assembly of mla aditya thackeray to give the responsibility to general secretary sandeep deshpande

ઉદ્ધવ સેનાના ગઢ વર્લી વિધાનસભાને જીતવા મનસેની તૈયારી, રાજ ઠાકરે પાર્ટીના આ સભ્યને સોંપશે જવાબદારી.. ચર્ચાનું બજાર ગરમ

News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રમાં શિવસેનામાં(Shivsena) ઉદ્ધવ ઠાકરે(Uddhav Thackeray) સામે થયેલા બળવા અને પક્ષમાં પડેલા ભંગાણ બાદ શિવસેના માટે પોતાનું રાજકીય અસ્તિત્વ(political existence) ટકાવવા નવસેરથી મહેનત કરવી પડવાની છે. એવામાં ફરી એક વખત રાજકીય સ્તરે ચર્ચા સવાલો થઈ રહ્યા છે કે પિતરાઈ ભાઈ ઉદ્ધવ અને રાજ ઠાકરે (Raj Thackeray) શું ફરી એક સાથે થઈ જશે? ચર્ચા થવાનું કારણ મનસે(MNS) અધ્યક્ષ રાજ ઠાકરેના પત્ની શર્મિલા ઠાકરેના(Sharmila Thackeray) એક નિવેદન હોવાનું કહેવાય છે.

Join Our WhatsApp Community

તાજેતરમાં શર્મિલા ઠાકરેના નિવદેન બાદ એવી અટકળો થવાની શરૂ થઈ ગઈ છે, કે રાજ ઠાકરે અને શિવસેના પક્ષપ્રમુખ ઉદ્ધવ ઠાકરે કયારે સાથે આવશે. રાજ્યમાં શિવસૈનિકો(Shivsainik) અને મનસે સૈનિકોએ હંમેશાથી ઠાકરે ભાઈઓ ફરી એક થઈ જાય એવી ઈચ્છા રાખી છે. ખાસ કરીને શિવસેના પ્રમુખ બાળ ઠાકરેના(Shiv Sena President Bal Thackeray) નિધન બાદ લાખો શિવસૈનિકો અને મનસે સૈનિકોની ભાવના એવી રહી છે. પરંતુ આ નિર્ણય બે ભાઈઓ અને મહારાષ્ટ્રની પાર્ટીના પ્રમુખોએ લેવાનો છે.

આ સમાચાર પણ વાંચો : ઉત્તર મુંબઈમાં મોટું ધીંગાણુ- શિવસેના સમર્થક અને શિંદે સમર્થક વચ્ચે રાડો

શમિર્લા ઠાકરેને જ્યારે બંને ભાઈઓના એક થવા બાબતે સવાલ કરવામાં આવ્યો હતો કે ત્યારે તેમણે સાંકેતિક ભાષામાં કહ્યું હતું કે જો તેમની તરફથી ઓફર આવે છે તો જોવાશે. શર્મિલા ઠાકરેએ એવું પણ કહ્યું હોવાનું માનવામાં આવે છે કે જો બંને ભાઈઓ એક થાય છે તો ફાયદો થશે. પરંતુ તેઓ સહમત થશે કે તે કહેવાય નહીં. પરંતુ પહેલ તેમના તરફથી થવી જોઈએ.

અહીં ઉલ્લેખનીય છે કે મુંબઈ મનપા પર 30 વર્ષથી શિવસેના શાસન કરી રહી છે અને ફરી એક વખત શિવસેના પાલિકામાં સત્તા મેળવવા માગે છે. તો ભાજપ(BJP)  શિવસેનાની તાકાત ઓછી કરીને મનપા કબજે કરવા માગે છે. શિવસેના માટે ભાજપ મુશ્કેલી ઊભી કરી રહ્યું છે. ભાજપને શિવસેના સામે બળવો કરનારા લોકોનું સમર્થન છે. તેથી એવામાં જો રાજ ઠાકરેનો સાથ અને સહકાર ઉદ્ધવને મળે છે તો મુંબઈ મહાનગરપાલિકા(BMC) જ નહીં પણ રાજ્યમાં પણ એક અલગ રાજકીય સમીકરણ જોવા મળી શકે છે.

આ સમાચાર પણ વાંચો : આ સડક સમ્મોહન શું છે- બોમ્બે પુના હાઈવે પર એક્સિડન્ટ થઈ ગયા પછી નવી ચર્ચા સામે આવી

Amit Shah Reaction: બિહારમાં જીત પછી અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા, નીતીશ માટે પણ સંદેશ!
Godrej Agrovet MoU, ₹70 crore investment: ગોદરેજ એગ્રોવેટે રૂ. 70 કરોડના રોકાણ માટે આંધ્ર પ્રદેશ સરકાર સાથે એમઓયુ કર્યો
MCA Elections: MCA ચૂંટણી: મુંબઈ ક્રિકેટ એસોસિયેશનના ઉપાધ્યક્ષ પદે જીતેન્દ્ર આવ્હાડ, તો સચિવ પદે ઉમેશ ખાનવિલકર.
Delhi Car Blast: દિલ્હી બ્લાસ્ટ ડૉ. શાહીનને બુરખાથી નફરત! યુરોપ-ઓસ્ટ્રેલિયા જવાની હતી, પૂર્વ પતિએ ખોલ્યા અંગત જીવનના રાજ
Exit mobile version