દેશમાં અનેક ભાગોમાં ફરી એક વાર વાતાવરણમાં પલટો આવી શકે છે.
હવામાન વિભાગના જણાવ્યાનુસાર વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સના કારણે જમ્મુ કાશ્મીરથી લઈ હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના અનેક વિસ્તારોમાં 9 અને 10 ફેબ્રુઆરીએ બરફવર્ષા અને વરસાદ થઈ શકે છે.
જો કે ચમોલી જિલ્લામાં ગ્લેશિયર ફાટ્યા બાદ ચાલી રહેલા બચાવ કાર્ય પર કોઈ અસર નહીં પડે.
