ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 28 સપ્ટેમ્બર, 2021
મંગળવાર
કોંગ્રેસ પાર્ટી માં બે યુવા નેતાઓ સામેલ થયા છે. બિહારી બાબુ અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી જેને ટુકડે-ટુકડે ગેંગના સભ્ય કહે છે તેવા કનૈયા કુમાર અને ગુજરાત માં વડગામ થી ચૂંટણી જીતેલા ધારાસભ્ય જીગ્નેશ મેવાણી કોંગ્રેસમાં સામેલ થયા છે.
જોકે આ બે નેતાઓ કોંગ્રેસમાં સામેલ થયા અને બીજી તરફ પંજાબમાં બે નેતાઓએ કોંગ્રેસ માંથી ટાટા બાય બાય કરી નાખ્યું.
ભાજપના ઘણા વર્ષોથી આ યુવા નેતાઓને ટુકડે-ટુકડે ગેંગના સભ્ય કહે છે આવા સમયે જ્યારે તેઓની કોંગ્રેસ પાર્ટીમાં એન્ટ્રી થઇ છે ત્યારે ખરેખર પંજાબ કોંગ્રેસમાં ટુકડે-ટુકડે જેવો હિસાબ થઈ ગયો છે.
પંજાબ ની વાર્તામાં નાટકીય વળાંક : કેપ્ટન અમરિંદર સિંહે અમિત શાહને મળવા સંદર્ભે આ મોટી વાત કહી.