ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 24 ડિસેમ્બર 2021
શુક્રવાર
કર્ણાટક વિધાનસભામાં ગુરુવારે વિવાદાસ્પદ ધર્માંતરણ વિરોધી બિલ પસાર કરવામાં આવ્યું છે.
આ બિલનું શીર્ષક ‘ધર્મની સ્વતંત્રતાના અધિકારનું સંરક્ષણ બિલ, ૨૦૨૧' છે.
ધર્માંતરણ વિરોધી બિલમાં સામૂહિક ધર્માંતરણમાં સામેલ લોકોને જેલમાં મોકલવાની જોગવાઈ છે.
જ્યારે ધ્વનિ મત દ્વારા બિલ પસાર કરવામાં આવ્યું ત્યારે કોંગ્રેસના ધારાસભ્યો વિરોધમાં ગૃહમાં પ્રવેશ્યા હતા.
આ બિલનો કોંગ્રેસ તેમજ ખ્રિસ્તી સમુદાયના આગેવાનોએ જોરદાર વિરોધ કર્યો હતો.
કર્ણાટક વિધાનસભામાં બિલની ચર્ચા દરમિયાન વિપક્ષ કોંગ્રેસ બસવરાજ બોમ્મઈના નેતૃત્વવાળી સરકાર સામે બેકફૂટ પર જોવા મળી હતી.