ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 22 જુલાઈ 2021
ગુરૂવાર
ભારે વરસાદને કારણે મઘ્ય રેલવેએ અનેક ટ્રેનો બંધ કરી છે. ખાસ કરીને કસારા ઘાટ પર તકલીફ પેદા થવાને કારણે નાસિક તરફ જનાર તમામ ટ્રેનો બંધ કરવામાં આવી છે.
સીએસટી હૈદરાબાદ સ્પેશિયલ, સીએસટી લાતુર સ્પેશિયલ, સીએસટી વારાણસી સુપરફાસ્ટ સ્પેશિયલ, સીએસટી ભુવનેશ્વર સ્પેશિયલ, સીએસટી ગડગ સ્પેશિયલ, સીએસટી છત્રપતિ શાહુજી મહારાજ ટર્મિનસ એટલે કે કોલ્હાપુર સ્પેશિયલ, સીએસટી હજુર સાહેબ નાંદેડ સ્પેશિયલ, આ તમામ ટ્રેનો રદ કરવામાં આવી છે.
મહારાષ્ટ્રના આ વિસ્તારોમાં પૂર જેવી વિકટ પરિસ્થિતિ.. જાણો વિગત.
આ ઉપરાંત અનેક ટ્રેનોને અડધા રસ્તે રોકી દેવામાં આવી છે અને ટ્રેનનો માર્ગ બદલી નાખવામાં આવ્યો છે.
