Site icon

શૉકિંગ! ભારે વરસાદથી આ રાજ્યમાં ભેખડ ધસી પડતાં ટ્રેન દબાઈ માટીના ઢગલામાં; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 24 જુલાઈ, 2021

Join Our WhatsApp Community

શનિવાર

મહારાષ્ટ્રમાં કાળો કેર મચાવનારા વરસાદને પગલે ભેખડ ધસી પડતાં 65થી વધુનાં મોત થયાં છે, ત્યારે રાજ્યને અડીને આવેલા ગોવામાં પણ ભેખડ ધસી પડવાના બનાવ બન્યા હતા, જેમાં એક ટ્રેન પર ભેખડ ધસી પડવાનો બનાવ બન્યો હતો. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી.

શુક્રવારે કર્ણાટક મેંગલુરુથી મુંબઈ જતી 01134 મેંગલુરુ જંકશન-સીએસટી ટર્મિનલ એક્સપ્રેસ સ્પેશિયલ ટ્રેન સાથે આ બનાવ બન્યો હતો. આ બનાવ દુધસાગર-સોનોલિમ જંક્શનની વચ્ચે બન્યો હતો. એમાં વશિષ્ટી નદીમાં આવેલા પૂરને પગલે ટ્રેનનો રૂટ મડગાંવ-લોંડા-મિરાજ એમ બદલી નાખવામાં આવ્યો હતો. આ ટ્રેન જ્યારે પસાર થઈ રહી હતી ત્યારે  ભેખડ ધસી પડવાને કારણે ટ્રેન પર માટીના ઢગલા છવાઈ ગયા હતા. તથા ટ્રેન પણ પાટા પરથી ખડી પડી હતી. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જખમી થયું નહોતું. તાત્કાલિક ધોરણે બચાવકામગીરી હાથમાં લેવામાં આવી હતી. ટ્રેનમાં રહેલા તમામ પ્રવાસીઓને બચાવીને કુલેમ મોકલી દેવામાં આવ્યા હતા.

મહારાષ્ટ્રમાં કોરોનાના દૈનિક કેસમાં ઉતાર ચડાવ જારી, છેલ્લા 24 કલાકમાં આટલા હજાર નવા કેસ આવ્યા સામે ; જાણો આજના તાજા આંકડા 

રેલવેના કહેવા મુજબ દુધસાગર-સોનોલિમ જંક્શન અને કરંજોલ અને દુધસાગર સ્ટેશનની વચ્ચે દક્ષિણ-પશ્ચિમ રેલવેના હુબલી ડિવિઝન ઘાટ સેક્શનની બે જગ્યાએ ભેખડ ધસી પડવાના બનાવ બન્યા હતા.

Indian Railway: સાબરમતી-જોધપુર એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે
Shri Tuljabhavani Navratri: મહારાષ્ટ્ર સરકારે શ્રી તુળજાભવાની નવરાત્રિ મહોત્સવને ‘મુખ્ય મહોત્સવ’નો દરજ્જો આપ્યો, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો થશે.
Supreme Court order: 31 જાન્યુઆરી 2026 સુધીમાં મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી
Jammu and Kashmir: જમ્મુ-કાશ્મીરમાં આટલા ટકા થી વધુ મહિલાઓ છે અપરિણીત, જાણો તેની પાછળના કારણો
Exit mobile version