ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 21 ફેબ્રુઆરી 2022,
સોમવાર,
ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરી હિંસામાં માર્યા ગયેલા ખેડૂતોના પરિવારજનોએ હવે આ ઘટનાના સંબંધમાં સુપ્રીમ કોર્ટના શરણે ગયા છે.
પીડિતોના પરિવારજનોએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને આશિષ મિશ્રાના જામીનના નિર્ણયને પડકાર્યો છે.
કેન્દ્રીય મંત્રી અજય મિશ્રાના પુત્ર આશિષ મિશ્રાના જામીન રદ કરવા માટે મૃતક ખેડૂતોના સંબંધીઓએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે.
અરજીમાં કહેવામાં આવ્યુ છે કે નિર્ણય આપતી વખતે હાઈકોર્ટે આશિષ મિશ્રા વિરુદ્ધના પુરાવાને જોયા નથી.
ઉલ્લેખનીય છે કે છેલ્લા ચાર મહિનાથી કસ્ટડીમાં રહેલા આશિષ મિશ્રાને અલ્હાબાદ હાઈકોર્ટની લખનઉ બેન્ચે 10 ફેબ્રુઆરીએ જામીન આપ્યા હતા.
