ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 21 ફેબ્રુઆરી 2022,
સોમવાર.
બિહારના પૂર્વ સીએમ અને આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવને ઘાસચારા કૌભાંડમાં સીબીઆઈની વિશેષ અદાલતે સજા સંભળાવી છે
લાલુ પ્રસાદ યાદવને ડોરાન્ડા ટ્રેઝરી સંબંધિત ચારા કૌભાંડમાં પાંચ વર્ષની સજા ફટકારવામાં આવી છે.
આ ઉપરાંત તેમના પર 60 લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.
લાલુ પ્રસાદ યાદવના વકીલે કહ્યું કે જામીન માટે આગળ અરજી કરવામાં આવશે. પરંતુ જ્યાં સુધી જામીન નહીં મળે ત્યાં સુધી લાલુ પ્રસાદ યાદવને જેલમાં જ રહેવું પડશે.
ગત 15 ફેબ્રુઆરીના રોજ CBIની વિશેષ અદાલતે લાલુ યાદવ અને અન્ય આરોપીઓને 139.5 કરોડ રૂપિયાના ડોરાન્ડા ટ્રેઝરી સાથે સંકળાયેલા ઘાસચારા કૌભાંડમાં દોષિત ઠેરવ્યા હતા.
