News Continuous Bureau | Mumbai
આંધ્રપ્રદેશના એલુરુ જિલ્લામાં સ્થિત એક કેમિકલ ફેક્ટરીમાં મોટો અકસ્માત થયો છે.
ગત રાત્રે કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટ થયા બાદ ભીષણ આગ ફાટી નીકળતા છ લોકોના મોત અને 12 લોકો ઘાયલ થયા છે.
ગંભીર રીતે ઘાયલ કર્મચારીઓને સારી સારવાર માટે વિજયવાડા રિફર કરવામાં આવ્યા છે.
કહેવામાં આવી રહ્યું છે કે આ ઘટના નાઈટ્રિક એસિડ મોનોમિથાઈલ લીક થયા બાદ બની હતી.
પોરસ ઈન્ડસ્ટ્રીના યુનિટ 4માં રાત્રે લગભગ 10 વાગે બ્લાસ્ટ થયો હતો, જે બાદ જોરદાર આગ ફાટી નીકળી હતી. તે સમયે ફેક્ટરીમાં લગભગ 150 લોકો કામ કરતા હતા.
જોકે આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.
આ સમાચાર પણ વાંચો : બાર કલાકમાં બીજો ઝટકો. સીએનજીના ભાવમાં ફરી વધારો. જાણો આજનો ભાવ વધારો અને નવી કિંમત…
