Site icon

મહારાષ્ટ્રના આ જિલ્લામાં મહિલાઓ માટે ખાસ સુવિધા, સ્માર્ટ કાર્ડ દ્વારા વિનામુલ્યે કરી શક્શે બસ મુસાફરી; જાણો વિગતે 

50 percent discount in ST bus for women

ST Bus for Women : આજથી મહિલાઓ માટે ST મુસાફરી પર 50 ટકા ડિસ્કાઉન્ટ, સરકાર દ્વારા જારી કરવામાં આવ્યો આદેશ

News Continuous Bureau | Mumbai 

મહારાષ્ટ્રના લાતુર મ્યુનિસિપલ કોર્પોરેશને મહિલાઓ માટે વિનામુલ્યે બસ સેવા શરૂ કરી છે. સ્થાનિક અધિકારીઓએ આ બાબતે દાવો કર્યો છે કે દેશમાં આ પ્રકારની આ પ્રથમ બસ સેવા છે. ગત શુક્રવારે રાત્રે શિવાજી ચોક ખાતે મહારાષ્ટ્રના મંત્રી અમિત દેશમુખ દ્વારા વિનામુલ્યે બસ સેવાનું ઉદ્‌ઘાટન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન મંત્રી દેશમુખે કહ્યું કે બસમાં મફત મુસાફરી માટે મહિલાઓને સ્માર્ટ કાર્ડ આપવામાં આવશે. અમિત દેશમુખે કહ્યું કે બસોમાં મહિલા કંડક્ટર હશે અને યોજના સાથે જાેડાયેલા કર્મચારીઓનું પોલીસ વેરિફિકેશન થશે. 

Join Our WhatsApp Community

સરકારની આ યોજના લાતુરમાં આવતા હજારો વિદ્યાર્થીઓને પણ મદદ કરશે. આ સાથે મંત્રી અમિત દેશમુખે એલએમસીની પરિવહન સમિતિને પ્રદૂષણનો સામનો કરવા માટે ઇકો-ફ્રેન્ડલી ઇંધણ અને વીજળી પર બસો ચલાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવા જણાવ્યું હતું. મહિલાઓ માટે ફ્રી બસ સેવાના ઉદ્‌ઘાટન સમારોહમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના વડા અમન મિત્તલ અને મેયર વિક્રાંત ગોજામુંડે પણ હાજર રહ્યા હતા. જણાવી દઈએ કે વર્ષ ૨૦૨૧માં લાતુર મ્યુનિસિપલ બોડીએ મહિલાઓ અને છોકરીઓ માટે બસમાં મફત મુસાફરીની જાહેરાત કરી હતી. 

 આ સમાચાર પણ વાંચો : કોન્ટ્રેક્ટરો પર ઇન્કમ ટેક્સની રેડ મુંબઈમાં ચોમાસામાં પાણી ભરાવવા માટે કારણ બનશે? મુંબઈમાં નાળાસફાઈના કામમાં વિલંબ… જાણો વિગતે

આ અંગે નાગરિક વહીવટીતંત્ર દ્વારા મેયર વિક્રાંત ગોજામુંડેની અધ્યક્ષતામાં એક બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં ફ્રી બસ સેવા અંગે ર્નિણય લેવાયો હતો. હવે લાતુર મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી મહિલાઓ માટે મફત બસ સેવા શરૂ કરવામાં આવી છે. મહિલાઓ હવે સ્માર્ટ કાર્ડ દ્વારા મફતમાં મુસાફરી કરી શકશે. આ સેવાનું આજે ઉદ્‌ઘાટન પણ કરવામાં આવ્યું છે. લાતુરમાં હવે હજારો મહિલાઓ અને વિદ્યાર્થીનીઓ મફત બસ સેવાનો લાભ લઈ શકશે. 

હવે લાતુર મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી મહિલાઓ માટે મફત બસ સેવા શરૂ કરવામાં આવી છે. મહિલાઓ હવે સ્માર્ટ કાર્ડ દ્વારા મફતમાં મુસાફરી કરી શકશે. લાતુર મ્યુનિસિપલ કોર્પોરેશને મહિલાઓના હિતમાં આ મોટો ર્નિણય લીધો છે. હવે મહાનગરપાલિકાની આ અદ્ભુત સેવાનો લાભ મહિલાઓ લઇ શકશે. પ્રવાસ માટે તેમને સ્માર્ટ કાર્ડ આપવામાં આવશે. લાતુરમાં અભ્યાસ કરતી હજારો વિદ્યાર્થીનીઓને આ સેવાનો સૌથી વધુ ફાયદો થશે.

 

New Criminal Laws: નવા ફોજદારી કાયદાઓના અમલવારીમાં મહારાષ્ટ્ર અગ્રેસર
PM Modi: ‘RJDને ૬૫ વોલ્ટનો જોરદાર આંચકો!’ PM મોદીએ સીતામઢીમાં લાલટેન (RJDનું પ્રતીક) પર કર્યો સીધો હુમલો!
Maharashtra Weather: ચેતવણી! મહારાષ્ટ્રના હવામાનમાં પલટો, ચક્રવાતને કારણે આગામી ૨૪ કલાક અતિભારે, વરસાદના મોટા સંકેતો.
Bhiwandi MIDC: મોટી દુર્ઘટના: ભિવંડી MIDC માં ડાઇંગ કંપનીમાં ભીષણ આગ, ભારે નુકસાનની શક્યતા.
Exit mobile version