Site icon News Continuous Bureau | Mumbai

રાજ ઠાકરે ભડક્યા-કહ્યું જે વિશે ભાન ન પડતી હોય તે વિશે

News Continuous Bureau | Mumbai

ગુજરાતી અને મારવાડી સમાજને(Gujarati and Marwari society) કારણે મુંબઈ(mumbai) દેશનું આર્થિક પાટનગર(Financial capital) બન્યું હોવાનો મહારાષ્ટ્રના રાજ્યપાલ(Maharashtra Governor) ભગત સિંહ કોશ્યારીના(Bhagat Singh Koshyari) નિવેદનની રાજ્યમાં કોંગ્રેસ(Congress) બાદ હવે MNSએ પણ ટીકા કરી છે. MNSના નેતાઓ(MNS Leader) ભડકી ગયા છે અને ‘જે વિશે કંઈ ભાન પડતી ના હોય તે વિશે બોલવાનું બંધ કરો’ એવી ટીકા પણ નેતાઓએ કરી હોવાનું કહેવાય છે.

Join Our WhatsApp Channel

રાજ્યપાલે મહારાષ્ટ્રનું અપમાન કર્યું હોવાનું કહીને વિપક્ષ(Opposition Party) આક્રમક બન્યો છે ત્યારે હવે MNSએ આ અંગે પોતાની પ્રતિક્રિયા આપી છે. MNS નેતા ગજાનન કાળેએ(Gajanan Kale) ટ્વીટ કરીને રાજ્યપાલના નિવેદનની નિંદા કરી હતી. પહેલા સાવિત્રી માઈનું(Savitri Mai) અપમાન થતું હોય અને હવે મહારાષ્ટ્રનું અપમાન થતું હોય તો પદનું કોઈ માન નથી. ગજાનન કાળેએ કહ્યું છે કે રાજ્યપાલે પોતાને જે વિષયની  જાણ ન હોય તેમાં પોતાનું મોઢું મારવું નહીં. 

આ સમાચાર પણ વાંચો : મંત્રી મંડળ બનતા પહેલાં જ શિંદે સરકારને વાંકુ પડ્યું- ગર્વનરની વિરુદ્ધમાં કેન્દ્રને પત્ર લખવામાં આવશે

અગાઉ સાવિત્રીમાઈ વિશે અને હવે મરાઠી(Marathi) અને મહારાષ્ટ્ર વિશે વાહિયાત નિવેદનો કર્યા છે. આ પાર્સલને ઉત્તરાખંડ(Uttarakhand) પરત મોકલવાનો સમય આવી ગયો છે. આ સહન કરવામાં આવશે નહીં. જો મરાઠી, મહારાષ્ટ્રની સભ્યતા(Maharashtra Culture) અને સંસ્કૃતિનું અપમાન થશે તો રાજ્યપાલના પદનું સન્માન અને ગરિમા નાશ પામશે એવી ટીકા પણ ગજાનન કાલેએ કરી છે. 

આ વિષય પર MNS પ્રવક્તા સંદીપ દેશપાંડેએ(Sandeep Deshpande) કહ્યું કે જે લોકો આર્થિક પ્રગતિને પ્રગતિ માને છે તેઓ બૌદ્ધિક રીતે નાદાર છે. મરાઠી લોકોના બલિદાનથી મુંબઈ અને મહારાષ્ટ્ર બન્યા છે. મરાઠી લોકોએ બીજાને ફાયદો કરાવ્યો છે. રાજ્યમાં અગાઉની સરકાર દ્વારા બનાવવામાં આવેલી નીતિઓને કારણે મુંબઈ, મહારાષ્ટ્રમાં ઉદ્યોગો આવ્યા, તેથી મહારાષ્ટ્ર અન્ય રાજ્યો કરતાં વધુ આગળ વધ્યું છે. મહારાષ્ટ્ર ક્યારેય અપમાન સહન નહીં કરે. તેમને જે ન સમજાય તે વિશે તેણે ખોટી જગ્યાએ વાત ન કરવી જોઈએ અને જે ન જોઈતી હોય તેમાં પોતાનું નાક ઠોકવું જોઈએ નહીં.
 

Maharashtra Flat Registration Ban ઘર ખરીદનારાઓ સાવધાન મહારાષ્ટ્ર સરકારે મંજૂર નકશા વિરુદ્ધ બનેલા ફ્લેટના દસ્તાવેજ રજિસ્ટ્રેશન પર મૂકી રોક
Barda Wildlife Sanctuary Lions ૧૪૪ વર્ષ પહેલાં લુપ્ત થયા હતા સિંહ, હવે બરડા અભયારણ્ય બન્યું ૧૭ એશિયાટીક સિંહોનું કાયમી ઘર
Bharuch Jama Masjid Controversy મસ્જિદ કે પ્રાચીન જૈન તીર્થ? ભરૂચમાં ભોંયરાની પ્રતિમાઓ બાદ નવો વિવાદ તંત્રે ૭ સદી બાદ લીધો આકરો નિર્ણય…
Gujarat Desertification Crisis ગુજરાત ધીમે ધીમે રણ બની રહ્યું છે? ૧ કરોડ હેક્ટરથી વધુ જમીન બંજર દેશના ટોપ૩ રાજ્યોમાં સામેલ!
Exit mobile version