Site icon News Continuous Bureau | Mumbai

બીજાને પાનવાળો-રીક્ષાવાળો કહેનાર સંજય રાઉતનો પોતાનો ભુતકાળ શું હતો તમને ખબર છે- મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ ભૂતકાળ ફંફોસ્યો

News Continuous Bureau | Mumbai 

મહારાષ્ટ્રના રાજકારણમાં(Maharashtra politics) સત્તા પરિવર્તનનો પવન ફૂંકાઈ રહ્યો છે. શિવસેનાના(Shivsena) નેતા એકનાથ શિંદેએ(Eknath Shinde) પક્ષ સામેના બળવાએ રાજકીય ગતિવિધિઓને વેગ આપ્યો છે. શિવસેનાના અને પક્ષ સામે બળવો કરનારા  નેતાઓ સામ-સામે આક્ષેપો કરી રહ્યા છે, એમાં હવે MNS આ વિવાદમાં કૂદી પડી છે. MNS નેતા સંદિપ દેશપાંડે(Sandeep Deshpande) શિવસેના પર સતત નિશાન સાધી રહ્યા છે, ખાસ કરીને સંદીપ દેશપાંડેએ શિવસેનાના સાંસદ અને પ્રવક્તા સંજય રાઉતને(Sanjay Raut) આડે હાથ લઈને તેમનો ભૂતકાળ ફંફોસી કાઢ્યો છે.

Join Our WhatsApp Channel

છેલ્લા કેટલાક દિવસોમાં સંજય રાઉતે બળવાખોર એકનાથ શિંદે સહિત તેમની સાથે જોડાયેલા ધારાસભ્યોની ટીકા કરી રહ્યા છે. બળવાખોર ગુલાબરાવ પાટીલ(Gulabrao Patil) એક સમયે પાનની દુકાન પર બેસતા હતા, હવે તેઓ કેબિનેટ મંત્રી(Cabinet minister) બની ગયા છે. સંજય રાઉતે તેમની ટીકા કરતા કહ્યું હતું કે તેઓ ફરીથી હવે પાનની ટપરી પર બેસી જવાના છે. આના પર MNSએ ટ્વીટ કરીને રાઉતની કારકિર્દી પર ટિપ્પણી કરી છે. એટલું જ નહીં મનસેએ રાઉતને તેમનો ઇતિહાસ પણ યાદ કરાવ્યો હતો.

આ સમાચાર પણ વાંચો : આદિત્ય ઠાકરેના ખાસમ-ખાસ ગણાતા એવા આ નેતાને શિવસેના પાર્ટીએ સસ્પેન્ડ કરી દીધો-જાણો વિગતે

MNS નેતા સંદીપ દેશપાંડેએ મંગળવારે ટ્વિટ કર્યું. તેમાં તેમણે કહ્યું હતું કે જે લોકો બીજાને રિક્ષાચાલક, પાન ટપરી, શાકભાજી વેચનાર, ચોકીદાર કહે છે, તેમણે એ ન ભૂલવું જોઈએ કે તેઓ પોતે લોકપ્રભાતમાં(Lokprabhat) કારકુન(Clerk) હતા. રાજ ઠાકરેએ(Raj Thackeray) તમને ત્યાંથી ઉપાડીને 'સામના'ના તંત્રી બનાવ્યા છે.

વિધાન પરિષદના(Legislative Council) પરિણામો બાદ રાજ્યનું રાજકારણ અલગ સ્તરે પહોંચી ગયું છે. આ દરમિયાન રાઉતે અનેક નિવેદનો આપ્યા હતા. વિપક્ષી નેતાઓએ પણ તેમના નિવેદનની ટીકા કરી હતી. તેવી જ રીતે હવે MNSએ પણ રાઉત પર જોરદાર હુમલો કર્યો છે. 
 

Igatpuri Incident ઈગતપુરીના ભાવલી ધોધ પર પ્રવાસી પરિવાર પર જીવલેણ હુમલો અને મહિલાની છેડતી; ૭ અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ
Ketan Agrawal Murder Case “જે પુત્રના લગ્નના સપના જોયા, તેના જ અંતિમ સંસ્કાર કર્યા…” કેતન અગ્રવાલ હત્યાકાંડમાં માતાનો આક્રંદ!
Ambalal Patel Weather Forecast Stop ‘જાથા’ સામે ઝૂક્યા કે આત્મસન્માનને ઠેસ?! હવે આગાહીઓ નહીં કરે અંબાલાલ.. આગાહીકારે કેમ લીધો આકરો નિર્ણય!
Youngest Guinness World Record Robotics આંગળીથી અડધા સાઈઝનો રોબોટિક આર્મ બનાવ્યો, નાગપુરના 17 વર્ષના છોકરાનો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ!
Exit mobile version