News Continuous Bureau | Mumbai
મસ્જિદ પર વાગતા લાઉડસ્પીકર(Loudspeaker)ને લઈને છેલ્લા અનેક દિવસથી વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે અઝાન(Azan) પર બનેલી “ભોંગા”(Bhonga) ફિલ્મ અક્ષય તૃતીયાના(Akshay tritya) દિવસે એટલે કે 3 મેના રિલીઝ(Release) થઈ રહી છે.
આ ફિલ્મની જાહેરાત એમએનએસ(MNS)ના નેતા સંદિપ દેશપાંડે(sandeep deshpandey) અને એમએનએસ(MNS)ના ચિત્રપટ સેના અધ્યક્ષ અમેય ખોપકરે કરી છે. અહીં ઉલ્લેખનીય છે કે 3 મેના એમએનએનસ(MNS)ના અધ્યક્ષ રાજ ઠાકરે (Raj Thackeray)પક્ષના કાર્યકર્તાઓને મહાઆરતી કરવાનો આદેશ આપ્યો છે.
અઝાન પર બનેલી “ભોંગા” ફિલ્મ 2018ની સાલમાં બની હતી. પરંતુ કોરોનાને પગલે રિલીઝ થઈ શકી નહોતી. જોકે ફિલ્મને વર્ષ 2019માં રાષ્ટ્રીય પુરસ્કાર સહિત મહારાષ્ટ્રના 9 પુરસ્કાર મળી ચૂક્યા છે.
આ સમાચાર પણ વાંચો : દિલ્હીની રોહિણી કોર્ટમાં ફરી એક વખત ફાયરિંગ, આ વખતે સુરક્ષાકર્મીએ પોતે જ ચલાવી ગોળી, બે ઘાયલ; જાણો શું છે સમગ્ર મામલો
આગામી 3 મેના “ભોંગા” ફિલ્મ રિલીઝ થઈ રહી છે ત્યારે મુંબઈના ભૂતપૂર્વ મેયર અને શિવસેનાના કાર્યકર્તા કિશોરી પેડણેકરે એમએનએસ(MNS)ની ટીકા કરતા કહ્યું હતું કે એનએનએસ સારી તૈયારી કરી રહ્યા છે. સામાજિક અને ધાર્મિક તણાવ નિર્માણ કરીને ભૂંગળાને સારો પ્રચાર કરી રહ્યા છે. કોર્મશિયલ કામ કેવી રીતે કરવું તે એમએનએસ પાસેથી શીખવું જોઈએ. ફિલ્મ માટે સારો સ્ટંટ કર્યો છે.
રાજ ઠાકરેએ ગૂડી પડવા(Gudi Padwa)ને દિવસે મહારાષ્ટ્રમાં મસ્જિદ પર વાગતા ભૂંગળાને લગતો મુદ્દો ઉઠાવ્યો હતો, ત્યારથી આ વિવાદે ઉગ્ર સ્વરૂપ પકડયું છે.