News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્રમાં(Maharashtra) ચાલી રહેલી રાજકીય કટોકટી(political crisis) દરરોજ નવા વળાંક લઈ રહી છે. બળવાખોર ધારાસભ્ય(Rebel MLA) એકનાથ શિંદેએ(Eknath Shinde) આજે નવી પાર્ટીની(new party) જાહેરાત કરી છે, તો બીજી તરફ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ(Chief Minister Uddhav Thackeray) શિવસેનાની(Shivsena) રાષ્ટ્રીય કાર્યકારિણીની(National Executive meeting) બેઠક યોજી હતી. બેઠકમાં ઉદ્ધવ ઠાકરે સહિત ઘણા મોટા નેતા સામેલ થયા હતા. આ દરમિયાન ઘણા પ્રસ્તાવ પણ પાસ કરવામાં આવ્યા છે.
મીડિયામાં પ્રસાતિર અહેવાલો મુજબ રાષ્ટ્રીય કાર્યકારિણીમાં સર્વસંમતિથી તમામ પાવર ઉદ્ધવ ઠાકરેને(Uddhav Thackeray) આપવામાં આવ્યા છે. તો બળવાખોરો પર કઠોર નિર્ણય લેવાનો પ્રસ્તાવ પણ પાસ થયો છે. આ સિવાય બળવાખોર ધારાસભ્યોના પરિવારના સભ્યો અને નજીકના લોકોને શિવસેનાના પદો પરથી હટાવવામાં આવશે.
આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્ર રાજકીય સંકટ – કાર્યકારિણીની બેઠક બાદ ઉદ્ધવ ઠાકરેનો વિદ્રોહીઓને પડકાર- કહ્યું-બાળાસાહેબના નામે નહીં પરંતુ આ રીતે વોટ માંગી બતાવો
શિંદે જૂથ વિરુદ્ધ શિવસેનાએ આક્રમક વલણ અપનાવતા ચૂંટણી પંચને(Election Commission) પત્ર લખ્યો છે અને કહ્યું કે કોઈ અન્ય શિવસેના કે બાળાસાહેબ ઠાકરેના(Balasaheb Thackeray) નામનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવે નહીં.
શિવસેનાની રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠકમાં નીચે મુજબ પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યા
– ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ પર કાર્યકારિણીને સંપૂર્ણ વિશ્વાસ. તમામ નિર્ણય લેવાનો અધિકાર પક્ષપ્રમુખ તરીકે ઠાકરે પાસે રહેશે.
– શિવસેનાને દગો આપનારને માફી મળશે નહીં. શિવસેનાના જે કામ છે તે લોકો સુધી પહોંચાડવામાં આવશે.
– શિવસેના અને બાળા સાહેબ ઠાકરેના નામનો કોઈ ઉપયોગ કરી શકે નહીં.
– બળવાખોર ધારાસભ્યો જ્યાં સુધી માફી ન માંગે ત્યાં સુધી શિવસેના ભવનમાં પ્રવેશ નહીં કરી શકે.