ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
20 માર્ચ 2021
એક આંધળા માણસ ને દેખાય અને સમજાય તેવું બાલિશ રાજકારણ એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ દ્વારા કરવામાં આવ્યું છે. એન્ટિલિયા ની નીચે વિસ્ફોટક ભરેલી ગાડી ના મામલે આજ દિવસ સુધી કોઇ જ કાર્યવાહી નહીં કરનાર તેમજ તપાસમાં કોઈ નોંધનીય પ્રગતિ ન કરનાર એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડે કોર્ટમાં કહ્યું છે કે તેમની પાસે સચિન વાઝે ની વિરુદ્ધમાં હવે નક્કર પુરાવાઓ છે.
હવે જોવાની વાત એ છે કે અત્યાર સુધી તપાસની પ્રગતિ સંદર્ભે કોઈ વાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડે કરી નહોતી. હવે આજની તારીખમાં સચિન વાઝે રાજ્ય સરકાર માટે એક બહુ મોટી મુસીબત બન્યો છે. તેની કસ્ટડી કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત એન આઈ એ પાસે છે. રાજ્ય સરકાર ને ચિંતા થઈ રહી છે કે સચિન ન જાણે શું બોલી નાખશે? આ પરિસ્થિતિમાં અત્યાર સુધી સચિન ની ઉલટ તપાસ ન કરનાર એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ જો સચિન નો કબજો લેશે તો આડકતરી રીતે રાજ્ય સરકાર પાસે સચિન આવી જશે.
એટલે રાજ્ય સરકારને હાશકારો થશે.
આમ એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ દ્વારા કોર્ટમાં જે કંઈ કહેવામાં આવી રહ્યું છે તેને લોકો શંકાની નજરે જોઈ રહ્યા છે.