News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે(Maharashtra CM Eknath Shinde) અને ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ(Deputy CM Devendra Fadnavis) આજે દિલ્હીમાં છે. તેઓ શુક્રવારે રાત્રે દિલ્હી પહોંચ્યા હતા. પ્રાપ્ત જાણકારી મુજબ બંને નેતાઓએ આજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ(President Ramnath Kovind) અને બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા(JP Nadda) સાથે દિલ્હીમાં તેમના નિવાસસ્થાને મુલાકાત કરી હતી.
Maharashtra CM Eknath Shinde and Deputy CM Devendra Fadnavis meet BJP national president JP Nadda at his residence in Delhi. pic.twitter.com/YbKTcTcIlG
— ANI (@ANI) July 9, 2022
દરમિયાન આજે સાંજે તેઓ પીએમ નરેન્દ્ર મોદી(PM Narendra Modi)ને પણ મળશે. માનવામાં આવે છે કે બંને નેતાઓ પાર્ટીના ટોચના નેતૃત્વ સાથે મહારાષ્ટ્ર કેબિનેટના વિસ્તરણ અંગે ચર્ચા કરશે.
આ સમાચાર પણ વાંચો : જેહાદીઓથી હિંદુઓનું સંરક્ષણ કરવા માટે VHPએ કસી કમર-આ પાંચ રાજ્ય માટે જાહેર કર્યો હેલ્પલાઈન નંબર
આ અગાઉ મહારાષ્ટ્રના બંને નેતાઓ શુક્રવારે રાત્રે ગૃહમંત્રી અમિત શાહ(Home minister Amit Shah)ને મળ્યા હતા. તેમણે ભાજપ અને શિંદેના નેતૃત્વવાળી શિવસેનાના બળવાખોર જૂથ વચ્ચે સત્તાની વહેંચણીની ફોર્મ્યુલા પર ચર્ચા કરી હતી.
નવી સરકાર બાદ શપથ ગ્રહણ સમારોહને એક અઠવાડિયું થઈ ગયું છે, પરંતુ મંત્રીઓએ શપથ લેવાના બાકી છે. તેવામાં આ બેઠકોને ખૂબ મહત્વની માનવામાં આવી રહી છે.
