ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 22 ડિસેમ્બર 2021
બુધવાર.
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની તબિયતને લઈને રાજકારણ ગરમાયું છે.
મહારાષ્ટ્ર બીજેપી અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલે મોટું નિવેદન આપતા કહ્યું કે જો ઉદ્ધવ ઠાકરે બીમારીના કારણે સીએમ પદ છોડી દે છે તો તેઓ પત્ની રશ્મિ અથવા પુત્ર આદિત્ય ઠાકરેને મુખ્યમંત્રી બનાવી શકે છે.
એક મીડિયા રિપોર્ટ અનુસાર ચંદ્રકાંત પાટીલે કહ્યું કે, તબિયત ખરાબ હોવાને કારણે મુખ્યમંત્રી 45 દિવસથી વધુ સમયથી ગાયબ છે. આવી સ્થિતિમાં તેમણે પોતાના પદનો હવાલો અન્ય કોઈને સોંપવો જોઈએ.
જોકે આદિત્ય ઠાકરેએ મહારાષ્ટ્ર બીજેપી અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલના નિવેદનને ફગાવી દીધું છે. આદિત્ય ઠાકરેએ કહ્યું કે સીએમ ઉદ્ધવ ઠાકરેની તબિયત બિલકુલ ઠીક છે.
