Site icon

ભાજપ સરકારને જગાડવા આ રાષ્ટ્રીય પાર્ટીનું 31મી માર્ચથી રાજ્યવ્યાપી ‘મોંઘવારી મુક્ત ભારત’ આંદોલન.. જાણો વિગતે

News Continuous Bureau | Mumbai

સામાન્ય માણસ મોંધવારીની ચક્કીમાં પીસાય રહ્યો છે. પહેલી એપ્રિલથી હજી મોંધવારી વધવાના અણસાર છે ત્યારે કેન્દ્રની ભાજપ સરકારને જગાડવા માટે 31મી માર્ચથી રાજ્યવ્યાપી 'મોંઘવારી મુક્ત ભારત' આંદોલન સપ્તાહનું આયોજન કરવાની જાહેરાત મહારાષ્ટ્ર કોંગ્રેસ કરી છે.
મુંબઈના તિલક ભવનમાં આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં મહારાષ્ટ્ર કોંગ્રેસ પ્રમુખ નાના પટોલેએ કહ્યું હતું કે "ભાજપ 'ગરજ સરો, વૈદ્ય મારો' જેવી સ્થિતિ પર નિયંત્રણ ધરાવે છે. ચૂંટણીમાં પ્રજાના રોષનો સામનો કરવો ન પડે તે માટે ઈંધણનો ભાવવધારો અટકાવવામાં આવ્યો હતો. જો કે ચૂંટણી બાદ તરત જ મોંઘવારીનો બોજ લોકો પર પડવા લાગ્યો હતો. છેલ્લા પાંચ દિવસમાં પેટ્રોલ અને ડીઝલમાં 3.20 રૂપિયા પ્રતિ લીટરનો વધારો થયો છે. એલપીજી સિલિન્ડરમાં 50 રૂપિયાનો વધારો થયો છે. સીએનજી, પીએનજી ગેસ અને ખાદ્ય તેલના ભાવમાં પણ વધારો થયો છે અને દવાઓ 1 એપ્રિલથી વધશે. કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર લોકોને મોંઘવારીના પાતાળમાં ધકેલી રહી છે અને તેઓને સામાન્ય નાગરિકની પરવા નથી."

Join Our WhatsApp Community

મોદી સરકારના નિર્ણયની અસર દેશની જનતા અનુભવી રહી છે અને કેન્દ્ર સરકારને જગાડવા માટે કોંગ્રેસના તમામ કાર્યકરો 31 માર્ચે સવારે 11 કલાકે આંદોલન કરશે એવી જાહેરાત પણ નાના પટોલેએ કરી હતી. તો મુંબઈમાં કોંગ્રેસના  સ્ટેટ હેડક્વાર્ટર ખાતે મોંઘવારી મુક્ત ભારત ધરણા આંદોલનનું આયોજન કરવામાં આવ્યું છે. કોંગ્રેસના મંત્રીઓ, નેતાઓ, ધારાસભ્યો, સાંસદો, પદાધિકારીઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં આ આંદોલનમાં ભાગ લેશે, એવી જાહેરાત પણ નાના પટોલેએ કરી હતી.

આ સમાચાર પણ વાંચો :  પશ્ચિમ બંગાળ વિધાનસભામાં મારપીટ, BJP-TMC વિધાયકો બાખડી પડ્યા, જુઓ વિડીયો જાણો વિગતે 

"ડાબેરી સંગઠનોએ સંગઠિત અને અસંગઠિત કામદારોની સમસ્યાઓ અને મોદી સરકારની મજૂર વિરોધી નીતિ સામે 28 અને 29 માર્ચે રાષ્ટ્રવ્યાપી હડતાળનું આહ્વાન કર્યું છે. આ હડતાલને કોંગ્રેસ દ્વારા ટેકો આપવામાં આવ્યો હોવાની જાહેરાત પણ  નાના પટોલેએ કરી હતી. 

Srikakulam: રેલિંગની વચ્ચે ફસાયેલા લોકો, ચીસો પાડતી મહિલાઓ… આંધ્ર પ્રદેશના શ્રીકાકુલમમાં નાસભાગનો કાળજું કંપાવી દે તેવો વિડિયો આવ્યો સામે
Rohit Arya: પુણેમાં થયા રોહિત આર્યાના અંતિમ સંસ્કાર, જાણો કોણ-કોણ લોકો થયા હતા સામેલ?
PM Modi: પીએમ મોદીએ છત્તીસગઢના નવા વિધાનસભા ભવનનું ઉદ્ઘાટન કર્યું, પૂર્વ પ્રધાનમંત્રી અટલજીને લઈને કહી આ વાત
Andhra Pradesh: આંધ્ર પ્રદેશના શ્રીકાકુલમ મંદિરમાં મચી નાસભાગ, આટલા શ્રદ્ધાળુઓના મોત; સીએમ નાયડુએ વ્યક્ત કર્યો શોક
Exit mobile version