ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૯ જુલાઈ ૨૦૨૧
શુક્રવાર
મુંબઈ સહિત મહારાષ્ટ્રના ઘણા જિલ્લાઓ અનલૉકના ત્રીજા તબક્કામાં છે. આ તબક્કાના નિયમો મુજબ દુકાનો માત્ર સાંજે ૪ વાગ્યા સુધી જ ખુલ્લી રાખવાની પરવાનગી છે. છતાં અવારનવાર છડેચોક આ તમામ નિયમોનું ઉલ્લંઘન થતું જોવા મળે છે. સાંજે ૪ વાગ્યા પછી પણ ઘણી દુકાનો ખુલ્લી હોય છે. અહીં ભ્રષ્ટાચાર થતો હોવાનું પણ વેપારીઓ કહે છે.
હવે આ મુદ્દે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના સંદીપ દેશપાંડેએ ગેરકાયદે થતી હપ્તા વસૂલીનું રેટ કાર્ડ બહાર પાડ્યું છે. આ રેટ કાર્ડ મુજબ સાંજે 4 વાગ્યા પછી દુકાનો ખુલ્લી રાખવા માટે મોટી દુકાન પાસેથી 5,000, મધ્યમ દુકાન પાસેથી 2,000, નાની દુકાન પાસેથી 1,000 રૂપિયાની હપ્તા વસૂલી થતી હોવાનું કહ્યું છે. આ મુદ્દે તેમણે ટ્વીટ કર્યું હતું અને આ માહિતી આપી હતી.
અયોધ્યામાં ઘટી મોટી દુર્ઘટના, સરયુમાં સ્નાન કરવા ગયેલા એક જ પરિવારના આટલા લોકો પાણીમાં ડૂબ્યા ; જાણો વિગતે
આ મુદ્દે શિવસેનાને ઘેરતાં તેમણે ટ્વીટમાં લખ્યું હતું કે “પહેલાં બાર માલિકો પાસેથી હપ્તા વસૂલી… હવે વેપારીઓ પાસેથી હપ્તા વસૂલી! મુંબઈમાં કોરોનાના નામે નવી વસૂલીની ઝુંબેશ ચાલુ છે… બપોરે 4 વાગ્યા પછી દુકાન ખુલ્લી રાખવા માટે હપ્તા વસૂલીનું રેટ કાર્ડ મોટા દુકાનદારને 5,000, મધ્યમ દુકાનદારને 2,000 તો નાના દુકાનદાર પાસેથી 1,000 રૂપિયા.” આ સાથે તેમણે એક વીડિયો પણ શૅર કર્યો હતો જેમાં દેખાય છે કે ૪ વાગ્યા પછી પણ ઘણી દુકાનો ખલ્લી છે.
મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ વેપારીઓ પાસેથી હપ્તા વસૂલીનું રેટકાર્ડ રિલીઝ કર્યું; જાણો દુકાનો ખુલ્લી રાખવા માટે કેટલા અન્ડર ધ ટેબલ આપવા પડે છે #Maharashtra #MNS #coronavirus #covidcurbs #traders #business pic.twitter.com/mQ1jk7M6Yc
— news continuous (@NewsContinuous) July 9, 2021