Site icon News Continuous Bureau | Mumbai

વિધાર્થીઓ માટે સારા સમાચાર: મહારાષ્ટ્રની તમામ સ્કૂલોમાં આ વર્ષે 2જી મેથી ઉનાળાનું વેકેશન શરૂ થશે, સરકારે બહાર પાડ્યો પરિપત્ર; જાણો ક્યારથી ચાલુ થશે નવું શૈક્ષણિક વર્ષ

News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્ર(Maharashtra School)ની શાળાઓમાં 2 મેથી ઉનાળુ વેકેશન(Summer Vacation) શરૂ થશે. રાજ્ય સરકાર(state govt) દ્વારા શાળાઓમાં ઉનાળાની રજા(Summer Holiday)ઓની તારીખો જાહેર કરવામાં આવી છે. રાજ્યની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 2 મેથી શાળાઓમાં ઉનાળાની રજાઓ જાહેર કરવામાં આવી છે. સરકારે 13 જૂનથી શાળા શરૂ કરવાનો નિર્ણય લીધો છે. અગાઉ, સરકારે ઉનાળુ વેકેશન રદ કરવાની દરખાસ્ત કરી હતી.

Join Our WhatsApp Channel

2022ના ઉનાળુ વેકેશન અને શૈક્ષણિક વર્ષ 2022-23માં શાળાઓમાં વર્ગો શરૂ કરવાની બાબત સરકાર સ્તરે વિચારણા ચાલી રહી હતી. સરકારે હવે આ અંગે એક પરિપત્ર બહાર પાડ્યો છે. આ નિર્ણય હેઠળ, 2 મે, 2022 સોમવારથી ઉનાળુ વેકેશન શરૂ થશે. સત્ર 2022-23 માં, શાળાઓમાં ઉનાળુ વેકેશન 12 જૂન, 2022 સુધી ચાલુ રહેશે. રજાઓ બાદ 13 જૂનથી શાળાઓ શરૂ થશે. તેમજ વિદર્ભમાં જૂન મહિનામાં ભારે ગરમી પડવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને 26 જૂન સુધી ઉનાળુ વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. આ વિસ્તારની શાળાઓ 27મી જૂન 2022થી શરૂ થશે.

આ સમાચાર પણ વાંચો : લ્યો બોલો એક તરફ શિવસેના ભાજપ પર વ્યંગ બાણ ચલાવે છે ત્યારે બીજી તરફ શિવસેનાના સાંસદે ભાજપના વિદેશ મંત્રીના વખાણ કર્યા.

ધોરણ 1 થી 9 અને 11 નું પરિણામ 30 એપ્રિલે શાળાઓમાં જાહેર કરવામાં આવશે. આ સાથે વિદ્યાર્થીઓ તેમના પરિણામ મેળવી શકશે. આ અંગે શાળાઓને આદેશ જારી કરવામાં આવ્યો છે. સંબંધિત શાળાઓની જવાબદારી છે કે તેઓ પરિણામ વિશે વિદ્યાર્થીઓ કે વાલીઓને જાણ કરે.

સરકારે બહાર પાડેલા પરિપત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આગામી શૈક્ષણિક વર્ષથી હવેથી દર વર્ષે રાજ્યમાં તમામ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક સ્કૂલ જૂન મહિનાના બીજા સોમવાર (એ દિવસે સાર્વજનિક રજા હોય તો એના પછીના દિવસે) તેમ જ વિદર્ભનું તાપમાન ધ્યાનમાં રાખતા જૂન મહિનાના ચોથા સોમવારે (એ દિવસે સાર્વજનિક રજા હોય તો એ પછીનો દિવસ) જે તારીખ હશે એ તારીખથી સ્કૂલ શરૂ થશે.

Justice Bagchi Remarks Shiv Sena Hearing ‘જેમણે બંધારણીય પાપ કર્યું…’ શિવસેના કેસની સુનાવણીમાં જસ્ટિસ બાગચીની આકરી ટિપ્પણી; શિંદે કે ઠાકરે, કોની મુશ્કેલી વધશે?
Shiv Sena Symbol Hearing Concluded શિવસેના પક્ષ અને ચિહ્ન અંગેની સુનાવણી પૂર્ણ સુપ્રીમ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો, મહારાષ્ટ્રના રાજકારણમાં ભારે ઉત્સુકતા
Mumbai Pune Expressway Missing Link Accident મુંબઈપુણે એક્સપ્રેસવેના ‘મિસિંગ લિંક’ પર ગમખ્વાર અકસ્માત ખાનગી બસ અને કન્ટેનર વચ્ચે જોરદાર ટક્કર, 6 મુસાફરો ઈજાગ્રસ્ત
Pune Airport Hashish Seized પુણે એરપોર્ટ પર ₹1 કરોડનું હશીશ જપ્ત બેંગકોકથી આવેલી મહિલા પેસેન્જરની ધરપકડ, કોસ્મેટિક્સ કન્ટેનરમાં છુપાવ્યો હતો ડ્રગ્સનો જથ્થો
Exit mobile version