Site icon

આ કારણથી મહારાષ્ટ્રના મંત્રીમંડળનું વિસ્તરણ અટકવાની શક્યતા-બધાની નજર દિલ્હી પર-જાણો વિગત

News Continuous Bureau | Mumbai

શિવસેનાના(Shivsena) બળવાખોર નેતા એકનાથ શિંદેએ(Eknath Shinde) ભાજપ(BJP) સાથે મહારાષ્ટ્રમાં(Maharashtra) સરકારની સ્થાપના કરી દીધી છે. પરંતુ હજી સુધી મંત્રી મંડળનું વિસ્તરણ(Cabinet expansion) અટકેલું છે અને સૌ કોઈની નજર તેના પર મંડાયેલી છે. ત્યારે જયાં સુધી સુપ્રીમ કોર્ટ(Supreme Court) કોઈ ચુકાદો આપતી નથી ત્યાં સુધી વિસ્તરણ કરવાનું કોઈ જોખમ શિંદે સરકાર લેવા માગતી ન હોવાનું કહેવાય છે.

Join Our WhatsApp Community

શિવસેનાના બળવાખોર  ધારાસભ્યોને(rebel legislators) સંદર્ભમાં સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે, તેના પર 20 જુલાઈના સુનાવણી થવાની છે. આ સુનાવણી જસ્ટિસ એન.વી.રમણના(Justice N.V. Ramanana) અધ્યક્ષા હેઠળની ત્રણ સભ્યોની ખંડપીઠ સમક્ષ થવાની છે. સુપ્રીમ કોર્ટ આ પ્રકરણમાં શું નિરીક્ષણ નોંધે છે અને તેનો શું ચુકાદો આપે છે, તેના પર રાજ્યની શિંદે સરકારનું ભવિષ્ય અવલંબે છે.  કોર્ટમાં સુનાવણી હોવાને કારણે 20 જુલાઈ સુધી મંત્રીમંડળનું વિસ્તરણ આગળ ધકેલવાની શક્યતા છે.

આ સમાચાર પણ વાંચો : શું એકનાથ શિંદેના બળવા બાદ ઉદ્ધવ ઠાકરેએ ભાજપના આ નેતાનો સંપર્ક સાધ્યો હતો- જાણો વિગતે 

બુધવારની સુનાવણીમાં સુપ્રીમ કોર્ટમાં શિવસેનાના બળવાખોરોને લઈને રાજ્યની સત્તાંતર અને વિધાસભામાં થયેલા ફેરાફરની કાયદેસરની વૈદ્યતા પર સુનાવણી થવાની છે. ત્રણ સભ્યોની ખંડપીઠ સમક્ષ આ સુનાવણી છે.

બળવાખોર ધારાસભ્યોએ ગુવાહટી ગયા બાદ શિવસેના વિધીમંડળ પક્ષની બેઠક( આયોજિત કરી હતી. તેમાં ગેરહાજરી લગાવીને વ્હીપનો ભંગ કર્યો હતો, તેથી શિંદે ગ્રુપના 16 ધારાસભ્યોને નોટિસ મોકલવામાં આવી હતી. ત્યારબાદ શિંદે ગ્રુપે સુપ્રીમ કોર્ટમાં દોડ મૂકી હતી. વિધાનસભા ઉપાધ્યક્ષ પર અવિશ્વાસનો પ્રસ્તાવ દાખલ થયો હોવાથી ધારાસભ્યો સામે તેઓ કાર્યવાહી કરી શકી નહીં એવી રજૂઆત શિંદે ગ્રુપે કરી હતી.

સુપ્રીમ કોર્ટે બંને બાજુનો યુક્તિવાત સાંભળ્યા બાદ શિંદે ગ્રુપના 16 ધારાસભ્યો પર 11 જુલાઈ સુધી કોઈ પગલાં નહીં લેવાનો આદેશ આપ્યો હતો. તેમ જ તમામ પક્ષકારોને પ્રતિજ્ઞા પત્ર રજૂ કરવા કહ્યું હતું ત્યાર બાદ થયેલી સુનાવણીમાં કોર્ટે  ખંડપીઠની સમક્ષ બુધવારે સુનાવણી થવાની છે.
 

Delhi Car Blast: દિલ્હી બ્લાસ્ટ ડૉ. શાહીનને બુરખાથી નફરત! યુરોપ-ઓસ્ટ્રેલિયા જવાની હતી, પૂર્વ પતિએ ખોલ્યા અંગત જીવનના રાજ
PM Modi: દિલ્હી બ્લાસ્ટના ઘાયલોને LNJP હોસ્પિટલમાં મળ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી
Delhi Blast: ૩૦૦ કિલો એમોનિયમ નાઇટ્રેટ ક્યાં છુપાયેલો છે? વિસ્ફોટક બાંગ્લાદેશ-નેપાળના રસ્તે ભારત આવ્યો!
Ayodhya blast: આતંકવાદીઓનો ખતરનાક પ્લાન: અયોધ્યામાં વિસ્ફોટ કરવા ‘સ્લીપર મોડ્યુલ’ એક્ટિવેટ કર્યું હતું! વારાણસી પણ નિશાના પર હતું
Exit mobile version