ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 12 નવેમ્બર, 2021
શુક્રવાર
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેની HN રિલાયન્સ હોસ્પિટલમાં કરોડરજ્જુની સર્જરી કરવામાં આવી છે. મુખ્યમંત્રી કાર્યાલય (CMO) એ શુક્રવારે આ માહિતી આપી છે. હોસ્પિટલના ડોક્ટરો અજીત દેસાઈ અને શેખર ભોજરાજને ટાંકીને CMOએ એક નિવેદનમાં જણાવ્યું છે કે ઉદ્ધવ ઠાકરે ને સર્જરી બાદ વોર્ડમાં લાવવામાં આવ્યા છે.
નિવેદનમાં કહેવામાં આવ્યું છે, ડોક્ટરોનું કહેવું છે કે સર્જરી દરમિયાન તેમની સ્થિતિ સ્થિર હતી અને હવે તેઓ હાલ ઠીક છે. આપને જણાવી દઈએ કે દેસાઈ કાર્ડિયોલોજિસ્ટ છે, જ્યારે ડૉ. ભોજરાજ સ્પાઈનલ સર્જન છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને બુધવારે ગરદનમાં દુખાવો વધતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ અઠવાડિયે તેઓ એક ઈવેન્ટમાં ‘સર્વાઈકલ કોલર’ પહેરીને પણ જોવા મળ્યા હતા.
સ્ટંટબાજી પર અંકુશ લાવવા ટ્રાફિક પોલીસનો નવો કીમિયા, હવે આ રીતે રાખશે બાઈકસવાર પર નજર ; જાણો વિગતે
ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસોથી, મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ ગરદન અને કરોડરજ્જુની સમસ્યાને કારણે ઘણા કાર્યક્રમો રદ કર્યા હતા. તેઓ લોકો સાથેની મુલાકાતો પણ ઘટાડી રહ્યા હતા. દિવાળીના દિવસે તેમના વર્ષા બંગલાની મુલાકાત લેનારાઓને પણ તેઓ ઓછા જ મળ્યા હતા. સીએમને જ્યારે દુખાવો વધી ગયો તો ત્યાર બાદ સર્જરી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો.
