News Continuous Bureau | Mumbai
કેન્દ્ર સરકાર(Central govt)ના પગલે મહારાષ્ટ્ર સરકારે(Maharashtra govt) પણ આમ જનતાને રાહત આપી છે.
ઠાકરે સરકારે પેટ્રોલ-ડીઝલ(petrol-diesel) પરના વેટ(VAT)માં અનુક્રમે રૂ. 2.8 પૈસા અને રૂ. 1.44 પૈસા પ્રતિ લિટરનો ઘટાડો કર્યો છે.
સરકારના વેટ ઘટાડવાના નિર્ણયના અમલ બાદ મુંબઈ(Mumbai)માં પેટ્રોલ 109.27 રૂપિયા પ્રતિ લીટરના ભાવે અને ડીઝલ 95.84 રૂપિયા પ્રતિ લીટર થયું છે.
ઉલ્લેખનીય છે કે ગત શનિવારે કેન્દ્ર સરકારે પેટ્રોલ પર 8 રૂપિયા અને ડીઝલ પર 6 રૂપિયાની એક્સાઇઝ ડ્યૂટી ઘટાડી હતી.
આ સમાચાર પણ વાંચો : કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ફરી કર્યું મોટું આ એલાન, બાઇક-કાર ચાલકો જાણીને થઈ જશે ખુશ.. જાણો વિગતે