Site icon

 શું મહારાષ્ટ્ર ‘માસ્ક’ ફ્રી થશે? ઠાકરે સરકારના આ નેતાએ આપ્યું આ મોટું નિવેદન; જાણો વિગતે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,29 જાન્યુઆરી 2022          

Join Our WhatsApp Community

શનિવાર 

મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં કોરોનાની ત્રીજી લહેર ધીમે ધીમે ઓસરી રહી છે. બીજી તરફ રાજ્યમાં મોટા પાયે રસીકરણ અભિયાન પણ પુરઝડપે થઇ રહ્યું છે. દરમિયાન, વિશ્વના કેટલાક દેશોએ તેને માસ્ક ફ્રી દેશ જાહેર કર્યો છે. તે વચ્ચે ‘માસ્ક ફ્રી મહારાષ્ટ્ર’ની ચર્ચા શરૂ થઈ હતી. રાજ્ય કેબિનેટમાં પણ આ મુદ્દે ચર્ચા થઈ હતી. તેથી, મહારાષ્ટ્ર માસ્ક-ફ્રી થશે કે કેમ અને રાજ્ય સરકાર આવી જાહેરાત કરશે કે કેમ તે અંગે ચર્ચાઓ શરૂ થઈ હતી. હવે કેબિનેટ મંત્રી આદિત્ય ઠાકરેએ સરકારની ભૂમિકા સ્પષ્ટ કરી છે. નાસિકમાં એક પ્રેસ કોન્ફરન્સમાં તેમણે કહ્યું કે માસ્ક ફ્રી મહારાષ્ટ્ર હાલ શક્ય નથી.

રાજ્યના પર્યાવરણ પ્રધાન આદિત્ય ઠાકરેએ કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં માસ્ક મરજિયાત બનશે એવી ગેરસમજને  દૂર કરો. માસ્ક એ કોરોનાથી પોતાને બચાવવાનું શ્રેષ્ઠ હથિયાર છે. કોરોના સંકટમાં લેવાયેલા તમામ નિર્ણયો ડોકટરો અને નિષ્ણાતોની સલાહ પર આધારિત છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ પણ કોરોના સંકટનો અંત જાહેર કર્યો નથી. Omicron અથવા કોઈપણ વેરિઅન્ટ વીક અથવા સ્ટ્રોંગ છે, વેરિઅન્ટ એ વેરિઅન્ટ છે. આદિત્ય ઠાકરેના આ નિવેદન પછી સ્પષ્ટ થઈ ગયું છે કે મહારાષ્ટ્ર હાલમાં માસ્કથી ફ્રી થશે નહીં.

મલાડ બાદ હવે વરલીના મેદાનને લઈને ભાજપ-શિવસેના વચ્ચે બબાલઃ ભાજપની ગાંધીગીરી આંદોલનની ચીમકી; જાણો વિગત

યુરોપ, ઈંગ્લેન્ડ અને ફ્રાન્સ સહિત વિશ્વના ઘણા દેશોએ માસ્કનો ઉપયોગ ન કરવા સામે વલણ અપનાવ્યું છે. તો શું તમે આવી ભૂમિકા નિભાવવાના છો? આવી ચર્ચા કેબિનેટમાં થઈ હતી. જે દેશમાં આ નિર્ણય લેવાયો છે તેની સ્થિતિની સમીક્ષા કરીને નિર્ણય લેવામાં આવશે તેવી ચર્ચાઓ ચાલી રહી હતી. ટાસ્ક ફોર્સ સાથે પરામર્શ કરીને નિર્ણય લેવામાં આવશે તેવી પણ અપેક્ષા રાખવામાં આવી હતી.

Delhi Car Blast: દિલ્હી બ્લાસ્ટ ડૉ. શાહીનને બુરખાથી નફરત! યુરોપ-ઓસ્ટ્રેલિયા જવાની હતી, પૂર્વ પતિએ ખોલ્યા અંગત જીવનના રાજ
PM Modi: દિલ્હી બ્લાસ્ટના ઘાયલોને LNJP હોસ્પિટલમાં મળ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી
Delhi Blast: ૩૦૦ કિલો એમોનિયમ નાઇટ્રેટ ક્યાં છુપાયેલો છે? વિસ્ફોટક બાંગ્લાદેશ-નેપાળના રસ્તે ભારત આવ્યો!
Ayodhya blast: આતંકવાદીઓનો ખતરનાક પ્લાન: અયોધ્યામાં વિસ્ફોટ કરવા ‘સ્લીપર મોડ્યુલ’ એક્ટિવેટ કર્યું હતું! વારાણસી પણ નિશાના પર હતું
Exit mobile version