ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, 12 એપ્રિલ 2021
સોમવાર
આખરે મહારાષ્ટ્ર સરકારે નમતું જોખ્યું છે. ધોરણ એક થી નવ અને 11 માં ધોરણ ને માસ પ્રમોશન આપ્યા પછી ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ની પરીક્ષા સરકારે પોસ્ટપોન કરી છે. એટલે કે આ પરીક્ષાઓ પાછળ ધકેલવામાં આવી છે. હવે આ પરીક્ષા ક્યારે થશે તે સંદર્ભે ની જાહેરાત સરકાર આવનાર થોડા વખતમાં કરશે.
શાળા શિક્ષણ મંત્રી વર્ષા ગાયકવાડે આ વાતની જાહેરાત કરી હતી. સાથે જ તેમણે જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર સરકાર આ પગલું કોરોના ને કારણે અને વાલીઓના હિતમાં લઇ રહ્યા છે.
શેરબજારને પણ લાગ્યો કોરોના નો ચેપ, ઓક્સિજન લેવલ ની જેમ સેન્સેક્સ ડાઉન ગયો…
મોટા સમાચાર : મહારાષ્ટ્રમાં ધોરણ-૧૦ અને ૧૨ની પરીક્ષાઓ પાછળ ધકેલવામાં આવી.#Maharashtra #COVID19 #coronavirus #boardexams2021 @VarshaEGaikwad pic.twitter.com/1NlLVTp6Uc
— news continuous (@NewsContinuous) April 12, 2021
