ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 12 ઓગસ્ટ, 2021
ગુરુવાર
દેશના અમુક ભાગમાં કોરોના વાયરસના કેસો હાલ ઓછા આવી રહ્યા છે. પરંતુ મહારાષ્ટ્રમાં સતત ડેલ્ટા પ્લસ વેરિએન્ટના કેસમાં વધારો થઇ રહ્યો છે.
મહારાષ્ટ્ર આરોગ્ય વિભાગના જણાવ્યાનુસાર રાજ્યમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 20 નવા દર્દીઓ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં ડેલ્ટા પ્લસ વેરિએન્ટના દર્દીઓની સંખ્યા 65 પર પહોંચી ગઈ છે.
આ નવા 20 ડેલ્ટા પ્લસ વેરિએન્ટના દર્દીઓમાં, મુંબઈના 7 દર્દીઓ, પુણેના 3 અને નાંદેડ, ગોંડિયા, રાયગઢ, પાલઘરમાં દરેક સ્થળેથી 2-2 દર્દીઓ મળી આવ્યા છે.
આ સિવાય ચંદ્રપુર અને અકોલામાંથી 1-1 દર્દી મળી આવ્યા છે.
કુલ કેસોમાં, જલગાંવ જિલ્લામાં મહત્તમ 13, ત્યારબાદ રત્નાગિરીમાં 12 અને મુંબઈમાં 11 કેસ નોંધાયા છે.