ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, 13 એપ્રિલ ૨૦૨૧
મંગળવાર
સોમવારના દિવસે આરોગ્યમંત્રી રાજેશ ટોપે અને અર્થ મંત્રી અજિત પવાર વચ્ચે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં એ સંદર્ભે ચર્ચા કરવામાં આવી હતી કે લોકડાઉન લાગુ પણ થાય અને અર્થતંત્રને નુકસાન પણ ન થાય. તે સમયે ચર્ચા દરમિયાન એક વાત પર સહમતિ બની હતી કે લોકડાઉન લોકોના માથા પર ઠોકી ન બેસાડતાં, લોકોને બે દિવસ ની પૂર્વ સૂચના આપવામાં આવશે. જેથી લોકો પોતાના મહત્વપૂર્ણ કામ પૂરા કરી શકે અને વ્યવસાયિક રીતે પોતાની જાતને સેટ કરી શકે.
એટલે એક વાત નક્કી છે કે મહારાષ્ટ્રમાં લોકડાઉન જ્યારે પણ આવશે તેની જાણકારી લોકોને બે દિવસ પહેલા આપવામાં આવશે.
