ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૨૦ એપ્રિલ 2021
મંગળવાર
શ્રીમંત બાજીરાવ પેશ્વા ના વંશજ એવા મહેન્દ્ર પેશ્વાનું પૂના શહેરમાં નિધન થયું છે. તેઓ બાજીરાવ પેશ્વાના નવમા વંશજ હતા. થોડા દિવસ અગાઉ તેમને કોરોના થયો હતો અને ત્યારબાદ તેમનો ઉપચાર ચાલી રહ્યો હતો. જોકે આ ઉપચાર યશસ્વી ન રહ્યો અને તેમનું નિધન થયું.
ઉલ્લેખનીય છે કે પૂનામાં કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે. અનેક મહાનુભાવોના નિધન થયા છે.