Site icon

મહારાષ્ટ્રનું પુનરાવર્તન દિલ્હીમાં- AAPએ ગુમાવ્યા ધારાસભ્યોનો સંપર્ક- કેજરીવાલની બેઠકમાં આટલા ધારાસભ્યો રહ્યા ગેરહાજર

Increase in salary of MLA of Delhi

આ રાજ્યના ધારાસભ્યોના પગારમાં 66 ટકાનો જંગી વધારો; મુખ્યમંત્રીનો પગાર પણ 136 ટકા વધ્યો!

News Continuous Bureau | Mumbai

દિલ્હીમાં(Delhi) ઓપરેશન લોટ્સ(Operation Lotus) શરૂ થઈ ગયું હોવાનું માનવામાં આવે છે. એટલે કે મહારાષ્ટ્ર(Maharashtra) બાદ હવે શું દિલ્હીમાં પણ સરકાર તૂટી પડશે એવો સવાલો રાજકીય સ્તરે(political level) થઈ રહ્યા છે. હકીકતમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્યો(Aam Aadmi Party MLAs) અને મંત્રીઓએ ભાજપ(BJP) પર તેમને ખરીદવાની ઓફર કરવાનો આરોપ લગાવ્યા પછી AAPએ ગુરુવારે તેના કેટલાક ધારાસભ્યો સાથે સંપર્ક ગુમાવ્યો હોવાનું જાણવા મળ્યું છે. દિલ્હીના મુખ્ય પ્રધાન(Delhi CM) અરવિંદ કેજરીવાલે(Arvind Kejriwal) યોજેલી બેઠકમાં લગભગ 12 ધારાસભ્યો ગેરહાજર  રહ્યા હોવાનું માનવામાં આવે છે.

Join Our WhatsApp Community

AAP ધારાસભ્ય દિલીપ પાંડેએ(Dilip Pandey) કહ્યું, "ધારાસભ્યોનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે. ગઈકાલે તમામ ધારાસભ્યોનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને જે ધારાસભ્યોનો સંપર્ક થઈ શક્યો નથી તેમનો સંપર્ક કરવામાં આવશે. બેઠકમાં તમામ ધારાસભ્યો હાજર રહેશે. ભાજપ 40 ધારાસભ્યોને તોડવાનો પ્રયાસ કરી રહી છે.

આ સમાચાર પણ વાંચો : ઝારખંડના મુખ્યમંત્રીને ઝટકો- ચૂંટણી પંચના આ નિર્ણયથી મુખ્યમંત્રીની ખુરશી સામે હવે લટકતી તલવાર

અહીં ઉલ્લેખનીય છે કે દિલ્હી વિધાનસભામાં(Delhi Assembly) આમ આદમી પાર્ટીના 62 ધારાસભ્યો છે. બુધવારે એક્સાઇઝ પોલિસી(Excise Policy) પર રાજકીય હોબાળો(Political uproar) વચ્ચે AAPની પોલિટિકલ અફેર્સ કમિટી(Political Affairs Committee) (PAC)ની બેઠક યોજાઈ હતી. પાર્ટી કન્વીનર અરવિંદ કેજરીવાલની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં ઈડી(ED) અને સીબીઆઈના(CBI) દુરુપયોગ અને ધારાસભ્યોને કરોડોની ઓફર કરીને પાર્ટી તોડવાના મુદ્દા પર ચર્ચા થઈ હતી. બાદમાં તેમની સામે ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો.

સીએમ કેજરીવાલના નિવાસસ્થાને આમ આદમી પાર્ટીના ધારાસભ્યોની બેઠક પહેલા દિલ્હી સરકાર (Delhi Govt) પર સંકટ મંડરાઈ રહ્યું છે. આમ આદમી પાર્ટીના ઓછામાં ઓછા 12 ધારાસભ્યો પાર્ટીના સંપર્કમાં નહોવાનું ચર્ચાઈ રહ્યું છે.
 

Ashish Shelar: મનસે, ફરી મુસ્લિમ મતદારોની અવગણના કરે છે*
Elections: રાજકારણ ગરમાયું! ચૂંટણી પંચ કરશે રાજ્યમાં ચૂંટણીઓની જાહેરાત, પરંતુ શરૂઆત કયા જિલ્લાથી?
Transport Department: ટ્રાફિકની સમસ્યા થશે હળવી! પરિવહન વિભાગે જાહેર વાહનો માટે સ્વતંત્ર પાર્કિંગ ઝોન બનાવવાનો નિર્ણય લીધો
Weather Update: હવામાન અપડેટ: અરબી સમુદ્રમાં ઓછું દબાણનું ક્ષેત્ર વિખરાયું, હવે ઠંડીનું આગમન ક્યારે?
Exit mobile version