કોરોના વાયરસના વધતા સંક્રમણની વચ્ચે દિલ્હી હાઈકોર્ટે મહત્વપૂર્ણ આદેશ જારી કર્યો છે.
દિલ્હી હાઈકોર્ટે કાર ચાલક માટે માસ્ક પહેરવું ફરજીયાત કર્યું છે.
હાઈકોર્ટે માસ્કને સુરક્ષા કવચ ગણાવતા કહ્યુ કે કોઈ વ્યક્તિ એકલા ડ્રાઈવ કરી રહ્યું છે તો તેમને પણ માસ્ક પહેરવુ જરૂરી છે.
ઉલ્લેખનીય છે કે હાઈકોર્ટે આ આદેશ ખાનગી વાહનોમાં એકલા વાહન ચલાવતા સમયે માસ્ક નહીં લગાવનારાને દંડને પડકાર આપનારી અરજીને ફગાવતા આપ્યો છે.
ભારતમાં કોરોના વિસ્ફોટ : છેલ્લા 24 કલાકમાં 1.15 લાખથી વધુ નવા કેસ નોંધાયા. જાણો નવા આંકડા…
