ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 25 નવેમ્બર 2021
ગુરુવાર
મેઘાલયમાં કોંગ્રેસ પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે.
પ્રાપ્ત જાણકારી મુજબ કોંગ્રેસના 18માંથી 12 ધારાસભ્યો હવે તૃણમૂલ કોંગ્રેસમાં જોડાયા છે.
18માંથી 12 ધારાસભ્યો જે ટીએમસીમાં જોડાયા છે, તેમાં મેઘાલયના પૂર્વ મુખ્યમંત્રી મુકુલ સંગમા પણ સામેલ છે.
કોંગ્રેસ છોડીને ટીએમસીમાં જોડાયા અંગે મુકુલ સંગમા આજે બપોરે પ્રેસ કોન્ફરન્સ યોજીને ઔપચારિક જાહેરાત કરી શકે છે
કોંગ્રેસના જાણિતા ચહેરાઓનો ટીએમસીમાં સામેલ થવાનો સિલસિલો યથાવત છે.
આ તબક્કામાં 23 નવેમ્બરે કોંગ્રેસના નેતા કીર્તિ આઝાદ, કોંગ્રેસના હરિયાણા પૂર્વ અધ્યક્ષ અશોક તંવર અને જનતા દલ(યૂ)ના પૂર્વ મહાસચિવ પવન વર્મા પણ સામેલ થયા હતા.
મુંબઈ પાલિકાની સરાહનીય કામગીરી, શહેરમાં આટલા ટકા લોકોનું સંપૂર્ણ રસીકરણ થયું
