Site icon News Continuous Bureau | Mumbai

સ્વેટર બહાર જ રાખજો, ઠંડી હજુ ગઈ નથી! ગુજરાતમાં ફરીવાર ઠંડીનો વધુ એક રાઉન્ડ આવશે, આ જિલ્લામાં શીત લહેરની શક્યતા

Cold Wave to Persist over Gujarat for Next 48 Hours

ગુજરાતીવાસીઓ ટાઢમાં ઠુંઠવાયા.. વેસ્ટર્ન ડિસ્ટર્બનર્સ વચ્ચે આ જિલ્લામાં કોલ્ડ વેવની છે આગાહી..

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 3 ફેબ્રુઆરી 2022  

Join Our WhatsApp Channel

 ગુરુવાર 

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉત્તર ગુજરાતમાં છેલ્લા ૨ દિવસથી પશ્ચિમ દિશાના ભેજવાળા પવન ફૂંકાવાનું શરૂ થયું છે. જેના કારણે સવારે હવામાં ભેજનું પ્રમાણ ૮૫ ટકા ઉપર રહેતાં ધુમ્મસ છવાયું હતું. વાતાવરણમાં આવેલા પલટાના કારણે ૫૭ દિવસ બાદ દિવસનું તાપમાન ૩૦ અને રાત્રીનું તાપમાન ૧૫ ડિગ્રી પાર પહોંચ્યું હતું. પલટાયેલા વાતાવરણના કારણે માત્ર ૨૪ કલાકમાં રાત્રીનું તાપમાન ૪ ડિગ્રી સુધી ઉંચકાતાં મુખ્ય ૫ શહેરોમાં ઠંડીનો પારો ૧૪.૧ થી ૧૫.૬ ડિગ્રી નોંધાયો હતો. જેના કારણે કાતિલ ઠંડીથી આખરે રાહત મળી હતી. 

હવે ફરીથી ગુજરાતમાં હવામાન વિભાગે ઠંડી વધવાની આગાહી કરી છે. રાજ્યમાં આગામી ૪૮ કલાક તાપમાનમાં ઘટાડો થવાની શક્યતા છે. અમદાવાદ આસપાસના સ્થળોએ વાદળછાયુ વાતાવરણ રહેવાની શક્યતા દર્શાવાઇ છે. રાજ્યમાં ઠંડીનો ફરી એક રાઉન્ડ શરૂ થવા જઇ રહ્યો છે. આગામી પાંચ દિવસ સુધી વાતાવરણ સૂકું રહેશે અને બે દિવસ સુધી તાપમાનમાં ૨ થી ૫ ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાશે. ૩ ફેબ્રુઆરી બાદ કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત વધુ ઠંડી પડવાની શક્યતા છે. બીજી તરફ લોકોને સાવચેતી રાખવા હવામાન વિભાગે અપીલ કરી છે. બાળકો, સગર્ભા અને વૃદ્ધો તેમજ બીમાર લોકોને સાવચેત રહેવા સૂચના આપી દેવામાં આવી છે. 

દુનિયાનું બીજું સૌથી મોટું સ્ટેચ્યુ તૈયાર, વડાપ્રધાન મોદી આ તારીખે સંત રામાનુજાચાર્યની પ્રતિમાનું કરશે અનાવરણ; જાણો તેની ખાસ વાત

રાજ્યમાં છેલ્લા થોડા દિવસથી હવામાન સતત બદલાતું જોવા મળી રહ્યુ છે. ગુજરાતમાં થોડા થોડા દિવસે તાપમાન વધતુ અને ઘટતું જઇ રહ્યુ છે. સતત બદલાતા વાતાવરણને કારણે લોકોમાં શરદી-ઉધરસ સહિતની બીમારીઓ ફેલાઇ છે. ત્યાર બાદ કમોસમી વરસાદ પણ ઘણી વાર પડી ગયો છે. હવે ફરીથી રાજ્યમાં ઠંડીની આગાહી આપવામાં આવી છે. દરિયા પર પવનો ફૂંકાવાની શક્યતાને કારણે માછીમારોને દરિયાનો ન ખેડવા જણાવ્યું છે.

Lata Bai Tragic Story ૪ દીકરા પણ કોઈ કામ ન આવ્યા ૮ મહિનાથી વૃદ્ધાશ્રમમાં રહેતા માતા લતાબાઈનું નિધન, અંતિમ સંસ્કારમાં પણ પુત્રો ન ફરક્યા
Kuno National Park Cheetah Cubs ગુડ ન્યૂઝ કૂનો નેશનલ પાર્કમાં ગૂંજી કિલકારી! ભારતમાં જન્મેલી માદા ચીત્તાએ ૪ બચ્ચાંને આપ્યો જન્મ
Sonipat Pitbull Attack પિટબુલ એટેક ૬ મહિનાના બાળકને કરડી ખાધું, લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડાયો; માલિક સામે પોલીસ ફરિયાદ!
Gujarat Monsoon Fury ગુજરાતમાં મેઘરાજાની ધડબડાટી ૨૪ કલાકમાં ૧૫૦ તાલુકામાં વરસાદ, મોરબીના માળિયામાં સૌથી વધુ ૫.૧૬ ઇંચ ખાબક્યો
Exit mobile version