Site icon News Continuous Bureau | Mumbai

મહાવિકાસ આઘાડીના આ પ્રધાનના કૌભાંડ બાદ હવે તેમના જમાઈનું પણ 100 કરોડ રૂપિયાનું સાકર કારખાનાનું કૌભાંડ ભાજપના આ નેતા લાવશે બહાર; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 20 સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Channel

સોમવાર

મહાવિકાસ આઘાડીના એક પછી એક તમામ પ્રધાનોનાં કૌભાંડો ભાજપના નેતા અને ભૂતપૂર્વ સાંસદ કિરીટ સોમૈયા બહાર લાવી રહ્યા છે. હાલમાં જ તેઓએ રાજ્યના પ્રધાન હસન મુશ્રીફના કૌભાંડનો ભાંડો ફોડયો છે. હવે અપ્પાસાહેબ નલાવડે ગડહિંગ્લજ સાકર કારખાનામાં પણ  ભ્રષ્ટાચાર થયો હોવાનો તેમણે આરોપ કર્યો છે. જેમાં 98 ટકા પૈસા મની લૉન્ડરિંગના માધ્યમથી ભેગા કર્યા હોવાના દસ્તાવેજો એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટને આપ્યા હોવાનો દાવો કિરીટ સોમૈયાએ કર્યો છે. આ કૌભાંડમાં હસન મુશ્રીફના જમાઈ મતીન મંગોલીનો મુખ્ય હાથ હોવાનો ગંભીર આરોપ સોમૈયાએ કરાડમાં એક પત્રકાર પરિષદમાં  કર્યો છે. મતીન મંગોલીની માલિકીની બિસ્ક ઇન્ડિયા કંપનીએ અપ્પાસાહેબ નલાવડે ગડહિંગ્લજ સાકર કારખાનાની ખરીદી કરી હતી. આ કંપનીને સાકર કારખાનું ચલાવાનો કોઈ અનુભવ નથી. છતાં તેને સાકર કારખાનું વેચી દેવામાં આવ્યું હતું. આ કંપનીમાં પણ કોલકતામાં બંધ પડેલી કંપનીના નામથી બોગસ  ખાતાં તૈયાર કરવામાં આવ્યાં હતાં. આ ખાતામાં પૈસા જમા કરવામાં આવ્યા હતા અને તે બિસ્ક ઇન્ડિયામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. 

પંજાબમાં કૉન્ગ્રેસમાં કૅપ્ટનની રવાનગી પાછળ પ્રશાંત કિશોરનો હાથ? પ્રશાંત કિશોર કૅપ્ટનના સલાહકાર રહી ચૂકયા છે; જાણો વિગત

મુશ્રીફે પોતાના જમાઈ સાથે મળીને 100 કરોડ રૂપિયાનું કૌભાંડ કર્યું હોવાનો આરોપ સોમૈયાએ કર્યો હતો. હવે તેઓ પારનેર સાકર કારખાનાનું કૌભાંડ બહાર પાડશે, ત્યાર બાદ નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારનો સંબંધ રહેલા જરંડેશ્વર સાકર કારખાનાની પણ મુલાકાત લેવાના છે એવો દાવો પણ સોમૈયાએ કર્યો હતો.

Eknath Shinde Mahayuti Rift મહાયુતિમાં શું રંધાઈ રહ્યું છે? બે મોટી ઘટનાઓથી સામે આવી મુખ્યમંત્રી એકનાથ શિંદેની નારાજગી
Maharashtra Flat Registration Ban ઘર ખરીદનારાઓ સાવધાન મહારાષ્ટ્ર સરકારે મંજૂર નકશા વિરુદ્ધ બનેલા ફ્લેટના દસ્તાવેજ રજિસ્ટ્રેશન પર મૂકી રોક
Barda Wildlife Sanctuary Lions ૧૪૪ વર્ષ પહેલાં લુપ્ત થયા હતા સિંહ, હવે બરડા અભયારણ્ય બન્યું ૧૭ એશિયાટીક સિંહોનું કાયમી ઘર
Bharuch Jama Masjid Controversy મસ્જિદ કે પ્રાચીન જૈન તીર્થ? ભરૂચમાં ભોંયરાની પ્રતિમાઓ બાદ નવો વિવાદ તંત્રે ૭ સદી બાદ લીધો આકરો નિર્ણય…
Exit mobile version