Site icon News Continuous Bureau | Mumbai

હવે ગતિ પકડશે મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોરનું કામ, ગુજરાતના નવસારીમાં શરૂ થયું આ કામ…જાણો વિગત…

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,

મુંબઈ,1 નવેમ્બર, 2021

Join Our WhatsApp Channel

સોમવાર.

મુંબઈ-અમદાવાદ વચ્ચે હાઈ સ્પીડ રેલ કોરિડોર નું કામ જમીન સંપાદન થી લઈને અનેક કારણોસર લાંબા સમયથી ધીમી ગતિએ ચાલી રહ્યું હતું. હવે જોકે આ કામ સ્પીડ પકડી રહ્યું છે. તાજેતરમાં રેલવે અને કપડા રાજ્ય પ્રધાન દર્શના જરદોશે આજે મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોર માટે ગુજરાતના નવસારીમાં કાસ્ટિંગ યાર્ડમાં 40 મીટર સ્પેનના એક અને ફુલ સ્પેન પ્રી-સ્ટ્રેસ્ડ કોંક્રેીટ (PSC) બોક્સ ગર્ડરની કાસ્ટિંગનો શુભારંભ કર્યો હતો. ગયા મહિનામાં 28 ઓક્ટોબરના રોજ આણંદમાં કાસ્ટિંગ યાર્ડમાં પહેલા ફુલ સ્પેન ગર્ડરની કાસ્ટિંગ કરવામાં આવી હતી.

40 મીટર સ્પેનના PSC બોક્સ ગર્ડરનું વજન લગભગ 970 મેટ્રિક ટન છે. જે ભારતના નિર્માણ ઉદ્યોગમાં સૌથી ભારે PSC બોક્સ ગર્ડર બની રહેશે. 40 મીટર સ્પેન ગર્ડરને સિંગલ પીસના રૂપમાં કાસ્ટ કરવામાં આવી રહ્યું છે.

શિવસેનાના નેતા સંજય રાઉતે મિત્ર ધર્મ નિભાવ્યો, મલિકની પીઠ થાબડતા કહી દીધી આ મોટી વાત; જાણો વિગત..

મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટ 508 કિલોમીટર લાંબો છે. 508  કિલોમીટરમાંથી 352 કિલોમીટર ગુજરાત રાજ્ય (348 કિલોમીટર) અને દાદરા અને નગર હવેલીમાં 4 કિલોમીટર અને બાકીની 156 કિલોમીટર મહારાષ્ટ્ર રાજ્ય માંથી પસાર થવાની છે.
 

Pune Police Drugs Destruction પુણે પોલીસનો ડ્રગ્સ વિરુદ્ધ સપાટો, ૪ કરોડથી વધુ કિંમતના ૪૫૫ કિલો અમલી પદાર્થોનો નાશ
Maharashtra Auto Taxi Marathi Deadline Extension મરાઠી ન આવડતી હોય તો ટેન્શન નહીં! મહારાષ્ટ્રમાં ડ્રાઇવરોને ૧ વર્ષની ડેડલાઇન, ગોઠવ્યા ખાસ વર્ગો
Palghar Forced Conversion Attempt પાલઘરમાં કથિત ધર્માંતરણનો પ્રયાસ ૨૨ મહિલાઓ સામે પોલીસ ફરિયાદ, ગામલોકોએ પકડીને પોલીસને સોંપી!
DRI Major Operation ડીઆરઆઈની મોટી કાર્યવાહી પુણે રેલવે સ્ટેશન પરથી ₹૩.૪૧ કરોડનું ડ્રગ્સ જપ્ત, મહિલા મુસાફર ઝડપાઈ!
Exit mobile version