ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 2 ફેબ્રુઆરી 2022
બુધવાર.
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને મુંબઈની એક કોર્ટે સમન્સ જાહેર કર્યું છે.
રાષ્ટ્રગાનના અપમાનના કિસ્સામાં મુંબઈની શિવડી કોર્ટે પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીને સમન્સ જાહેર કર્યું છે.
સાથે જ કોર્ટે તેમને 2 માર્ચે કોર્ટમાં હાજર રહેવાના આદેશ આપ્યા છે.
આ મામલે મમતા બેનર્જી વિરુદ્ધ મુંબઈની એક મજિસ્ટ્રેટની કોર્ટમાં ભાજપના નેતાએ ફરિયાદ નોંધાવી છે અને તેમના પર આરોપ છે કે, તેમણે કથિત રીતે રાષ્ટ્રગાનનું અપમાન કર્યું છે.
ફરિયાદમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે, 1 ડિસેમ્બરે મુંબઈના એક સમારંભમાં ભાગ લેવા માટે મમતા બેનર્જી આવ્યા હતા. જ્યાં મમતા બેનર્જીએ અડધું રાષ્ટ્રગાન ગાયા બાદ ચાલતા થઈ ગયા હતા.