Site icon

 રવિવારના દિવસે સેર સપાટો કરવાનું પડ્યું ભારે. જાણો વિગત..

ન્યુઝ કંટીન્યુઝ બ્યુરો.

મુંબઈ 20 એપ્રિલ 2021.

Join Our WhatsApp Community

મંગળવાર.

    શનિવાર અને રવિવારની રજા દરમિયાન બહાર હરવા ફરવાના શોખીન મુંબઈગરાઓ લોકડાઉન દરમિયાન પણ ઘરની બહાર નીકળ્યા અને પોલીસની ચપેટમાં આવી ગયા.

   મહારાષ્ટ્રમાં વધતા કોરોના સંક્રમણ ના પગલે રાજ્ય સરકારે સપ્તાહ દરમિયાન આંશિક લોકડાઉન જ્યારે વિકેન્ડ દરમિયાન સંપૂર્ણ લોકડાઉનનો આદેશ જાહેર કર્યો હતો. પરંતુ સેર સપાટાના શોખીન એવા મુંબઈકર  રવિવાર દરમિયાન પણ  ઘરની બહાર નીકળ્યા અને પોલીસના સકંજામાં આવી ગયા. ગત સપ્તાહમાં મુંબઈ પોલીસે કોવિડ 19 ના નિયમનુ ઉલ્લંઘન કરવા બદલ 460 કેસ નોંધ્યા હતા. જ્યારે તેમાંથી 204 કેસ તો ફક્ત રવિવારના દિવસના જ હતા. સરકાર દ્વારા જાહેર કરાયેલા આદેશોની અવગણના માટે આઈપીસીની કલમ ૧૮૮ હેઠળ આ દરેક લોકો પર કેસ નોંધવામાં આવ્યો હતો. રવિવારે નોંધાયેલા લોકોને જામીન પર છોડવામાં આવ્યા હતા જ્યારે બાકીના લોકોને નોટિસ પાઠવવામાં આવી છે. જો કે ગત વર્ષ માર્ચ મહિનાથી લાદવામાં આવેલા સંપૂર્ણ લોકડાઉનમાં આવા 29,055 નોંધવામાં આવ્યા હતા.

કોરોના વધુ એક જાણીતા કલાકાર ને ભરખી ગયો. આજે લીધા અંતીમ શ્વાસ…
 

   ઉલ્લેખનીય છે કે, મુંબઈ ટ્રાફિક પોલીસે વાહનચાલકો વિરૂદ્ધ પણ ચલાન કાપીને 288 વાહનો કબજે કર્યા હતા.

 

Gujarat Rain Alert: નવરાત્રી દરમિયાન ગુજરાતના આ ભાગોમાં ભારે વરસાદની આગાહી, 29 સપ્ટેમ્બર સુધી યેલો એલર્ટ
Gandhinagar Startups: સ્ટાર્ટઅપ્સ કોન્કલેવ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માઈન્ડ ટુ માર્કેટના વિચારને સાર્થક કરવાનો મંચ બનશે: કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહ
Civil Hospital Ahmedabad: સિવિલ હોસ્પિટલમાં પ્રથમ નોરતે અંગદાનથી જીવનદાન
Punjab Railway Development: પંજાબ માટે મેજર રેલ ડેવલપમેન્ટ નવી રેલ લાઇન અને વંદે ભારત એક્સપ્રેસ
Exit mobile version