Site icon

શોકિંગ! ભાજપના પ્રેમમાં મહિલાનું ઘર ભાંગ્યુ, ભાજપને મત આપતા પતિએ ઘરમાંથી કાઢી મૂકી. છૂટાછેડાની ધમકી આપી હોવાની મહિલાએ પોલીસને કરી ફરિયાદ જાણો વિગતે

News Continuous Bureau | Mumbai

ઉત્તર પ્રદેશની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને વોટ આપવો એક મુસ્લિમ મહિલાને ભારે પડ્યું છે. ભાજપના પ્રેમમાં બરેલીની આ મહિલાનું ઘર ભાંગી ગયું હોવાનો ગણણગાટ થઈ રહ્યો છે. તેના પતિએ તેને ઘરમાંથી કાઢી મૂકી છે અને હવે ત્રણ વખત તલાક બોલીને છૂટાછેડા આપવાની ધમકી આપી રહ્યો છે એવી ફરિયાદ તેણે પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.

Join Our WhatsApp Community

પીડિત મહિલાએ  એક વર્ષ પહેલા લવ મેરેજ કર્યા હતા. તેણે પોલીસને કરેલી ફરિયાદ બાદ પોલીસે તેના પતિ અને સાસરિયા વિરુદ્ધ કેસ નોંધી તપાસ ચાલુ કરી છે. આ બનાવની નોંધ રાષ્ટ્રીય મહિલા આયોગે પણ લીધી છે અને મહિલાના પતિ વિરુદ્ધ આકરી કાર્યવાહી કરવા માટે કહ્યુ છે. તેમ જ તેનો રિપોર્ટ સાત દિવસમાં આપવા કહ્યું છે.

 આ સમાચાર પણ વાંચો :  RJD સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવની તબિયત લથડી, તેમની કિડની માત્ર 13 ટકા કરી રહી છે કામ. આ હોસ્પિટલમાં કરાયા રેફર.. જાણો વિગતે

પીડિત મહિલા ઉઝમા બરેલીના એઝાઝનગર ગૌંટિયાની રહેવાસી છે. તેણે વર્ષ પહેલા તસ્લીમ અંસારી સાથે નિકાહ કર્યા હતા. વિધાનસભાની 14 ફેબ્રુઆરીના ચૂંટણી હતી, તેના બે દિવસ પહેલા તેના પતિના મામાએ આવીને તેને સમાજવાદી પાર્ટીના ઉમેદવારને વોટ આપવા કહ્યું હતું, છતાં તેણે ભાજપને વોટ આપ્યો હતો.  ભાજપે મુસ્લિમ મહીલાઓને ટ્રીપલ તલાકથી બચાવી હોવાથી તેણે ભાજપને વોટો આપ્યો હોવાનું કહેતા  પતિએ તેને ધમકાવીને ઘરની બહાર કાઢી મૂકી હોવાની ઉઝમાએ પોલીસમાં ફરિયાદ કરી છે. પતિ તેને ત્રણ વખત તલાક બોલીને છૂટાછેડા આપવાની ધમકી આપી રહ્યો હોવાનું પણ ઉઝમાએ કહ્યું હતું.

Ahmedabad Railway Division: અમદાવાદ મંડળમાં ડિસેમ્બર 2025 થી 19 ફેબ્રુઆરી 2026 સુધી 484 એલાર્મ ચેન પુલિંગની ઘટનાઓ નોંધાઈ
SSC Board Exam Scam: એસએસસી બોર્ડની પરીક્ષામાં મોટું કૌભાંડ: સોલાપુરમાં ગુજરાતી (મરાઠી) પેપર દરમિયાન 10 ડમી વિદ્યાર્થીઓ ઝડપાયા.
Rahul Gandhi Mumbai Visit: મુંબઈના પ્રવેશદ્વાર પર રાહુલ ગાંધીનો ભારે વિરોધ: ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દેખાવકારોએ બતાવ્યા કાળા વાવટા.
Ahmedabad Railway Division: મિશન ઝીરો સ્ક્રેપ હેઠળ અમદાવાદ મંડળે સ્ક્રેપ વેચાણમાં 60 કરોડ રૂપિયાનો આંકડો પાર કર્યો
Exit mobile version