Site icon News Continuous Bureau | Mumbai

શરદ પવારના આ ખાસમ ખાસ વ્યક્તિએ બાફી માર્યું- કહ્યું- શાળાઓમાં સરસ્વતીની મૂર્તિ કેમ છે

News Continuous Bureau | Mumbai

રાષ્ટ્રવાદી કોંગ્રેસના નેતા(NCP Leader) અને ભૂતપૂર્વ પ્રધાન છગન ભુજબળે(Former Minister Chhagan Bhujbal) એક કાર્યક્રમ દરમિયાન આપેલા એક સ્ટેટમેન્ટએ  જબરદસ્ત હોબાળો મચાવ્યો છે. તેમના આ  વિવાદાસ્પદ સ્ટેટમેન્ટ (controversial statement) સામે બ્રાહ્મણ સંઘટનોએ(Brahmin Sanghat) વિરોધ નોંધાવ્યો છે. 

Join Our WhatsApp Channel

અખિલ ભારતીય સમતા પરિષદના(All India Equality Council) કાર્યક્રમ દરમિયાન ભાષણ આપતા સમયે ધારાસભ્ય છગન ભુજબળે કહ્યું હતું કે સ્કૂલમાં સરસ્વતી અને શારદા(Saraswati and Sharda) માતાનો ફોટો કેમ જોઈએ? જેને તમે જોયા નથી, જેણે તમને ભણાવ્યા નથી તેમની પૂજા કેમ કરવાની?

દેવીઓના ફોટા લગાવવાને બદલે સાવિત્રીબાઈ ફુલે(Savitribai Phule,), મહાત્મા ફુલે(Mahatma Phule), છત્રપતિ શાહુ મહારાજ(Chhatrapati Shahu Maharaj), બાબાસાહેબ આંબેડકર(Babasaheb Ambedkar), કર્મવીર ભાઉરાઉ પાટીલના ફોટા લગાવવો. જેને તમને જોયા નથી, જેણે તમને ભણાવ્યા નથી. ફક્ત 3 ટકા લોકોને ભણાવ્યા અને અમને દૂર રાખ્યા, તેમની પૂજા શા માટે કરવી? એવો સવાલ પણ ભુજબળે આ સમયે કર્યો હતો.

આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્રમાં મધરાતે NIA અને ATSની છાપામારી – આ જિલ્લાઓમાંથી PFI કાર્યકરોને લીધા અટકાયતમાં

જે લોકોને કારણે તમને શિક્ષણ મળ્યું, અધિકાર મળ્યો, તેમની પૂજા કરો, એ તમારા ભગવાન હોવા જોઈએ. તેમને ભગવાન માનીને તેમની પૂજા કરો. તેમના વિચારોની પૂજા કરો. બાકી ભગવાન વગેરે પછી જોઈશું એવું વિવાદાસ્પદ વિધાન પણ તેમણે કાર્યક્રમમાં કર્યું હતું. 

તેમના આ વિધાન સામે બ્રાહ્મણ સંઘટનાએ આકરા શબ્દોમાં વિરોધ નોંધાવ્યો છે અને સંઘટનના પ્રમુખ આનંદ દવેએ કહ્યું હતું કે રાજ્યમાં વિરોધી પક્ષમાં આવ્યા બાદ જાતીવાદ કરવાનું રાષ્ટ્રવાદી કોંગ્રેસની જૂની પોલિસી છે. છગન ભૂજબળ સામે આકરો વિરોધ છે. 
 

Thane Station Mega Ticket Checking Drive થાણે સ્ટેશન પર રેલવેની મેગા ‘ટિકિટ ચેકિંગ’ ડ્રાઇવ 613 બિનટિકિટ મુસાફરો પાસેથી ₹2.40 લાખથી વધુનો દંડ વસૂલાયો
CM Yogi Accepts Akhilesh Yadav Ayodhya Challenge ‘હું અયોધ્યાથી લડવા તૈયાર, તમે પણ ફોર્મ ભરો…’ સીએમ યોગીએ અખિલેશ યાદવનો ચેલેન્જ સ્વીકાર્યો, યુપીમાં રાજકીય પારો ગરમાયો
Bharuch Jama Masjid Jain Temple Claim ગુજરાતમાં ભોજશાળા જેવો મોટો કાનૂની વિવાદ! ૧૯૦૯ થી સંરક્ષિત સ્મારક પર કોનો અધિકાર? પૂજાની મંજૂરી અને નમાજ પર રોકની માંગથી ખળભળાટ
Thane Crime Branch Seizes Ambergris ક્રાઈમ બ્રાન્ચની મોટી કાર્યવાહી આંતરરાષ્ટ્રીય બજારમાં કરોડોની કિંમત ધરાવતી વ્હેલની ઉલટી (એમ્બરગ્રીસ) સાથે બે ઝડપાયા
Exit mobile version