ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ
૧૨/૦૯/૨૦૨૧, રવિવાર.
સરપ્રાઈઝ ફેક્ટરમાં માહેર એવી ભારતીય જનતા પાર્ટીએ એક વધુ અપસેટ સર્જ્યો છે. એક નવું નામ મુખ્યમંત્રી તરીકે ફાઈનલ કર્યું છે. ભારતીય જનતા પાર્ટીના તમામ ધારાસભ્યોની બેઠકમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભુપેન્દ્રભાઈ પટેલ નું નામ મુખ્યમંત્રી તરીકે પ્રસ્તાવિત કર્યું. તેમજ તમામ ધારાસભ્યોએ આ નામને વધાવી લીધું. આમ ગુજરાતના મુખ્યમંત્રી પદનો ફેંસલો થઈ ગયો છે.
ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી પદની રેસમાં ભુપેન્દ્રભાઈ પટેલ નું નામ ક્યાંય નહોતું. આ ઉપરાંત આ નામની ચર્ચા સુદ્ધા કરવામાં આવી નહોતી. આ પરિસ્થિતિમાં ભુપેન્દ્રભાઈ પટેલ નું નામ અનેક લોકોને વિચારતા કરી દીધા છે.
આગામી વર્ષે ગુજરાતમાં ચૂંટણી છે. તેવા સમયે પાટીદાર વ્યક્તિને મુખ્યમંત્રી પદ આપવામાં આવ્યું છે.