Site icon

NCB અધિકારી સમીર વાનખેડેના સમર્થનમાં આવ્યો હવે આ પક્ષ : અધિકારીને પૈસા આપવાના સાક્ષીદાર પ્રભાકરના દાવાને ફગાવ્યો; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 25 ઑક્ટોબર, 2021
સોમવાર    
આર્યન ખાન ડ્રગ્સ પ્રકરણમાં મુખ્ય સાક્ષીદાર કિરણ ગોસાવીના બૉડીગાર્ડ પ્રભાકરે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)ના ઝોનલ ઑફિસર સમીર વાનખેડે પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેના આરોપ મુજબ તેની પાસેથી સમીર વાનખેડેએ કોરા પેપર પર હસ્તાક્ષર કરાવી લીધા હતા. પ્રભાકરે બહાર પાડેલા વીડિયો તેમ જ એક એફિડેવિડ દ્વારા સમીર વાનખેડે પર આરોપ મૂક્યા છે. પ્રભાકરના કહેવા મુજબ કિરણની સાથે રહેલ સેમ ડી’સોઝા અને કિરણ ગોસાવી વચ્ચે 25 કરોડ રૂપિયાની વાત થઈ હોવાનું તેણે સાંભળ્યું હતું. જેમાં 8 કરોડ રૂપિયા NCBના અધિકારી સમીર વાનખેડેને આપવાના હોવાનું પણ તેણે સાંભળ્યું હતું. શાહરુખ ખાનની મૅનેજર પૂજા દદલાનીએ મુંબઈના લોઅર પરેલમાં મર્સિડીઝમાં કારમાં આવી હતી, જ્યાં ત્રણે વચ્ચે મુલાકાત થઈ હતી.
પ્રભાકરના આરોપ બાદ જોકે ભાજપ હવે સમીર વાનખેડેના સમર્થનમાં આગળ આવી છે.  BJPના વિધાનસભ્ય અને પ્રવકતા રામ કદમે 22 દિવસ સુધી પ્રભાકર ક્યાં હતો? હવે કેમ તેનાં બયાન આવી રહ્યાં છે. જે ભાષા છેલ્લા થોડા દિવસથી મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે અને રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસના નેતા શરદ પવાર બોલી રહ્યા છે, પ્રધાન નવાબ મલિક સમીર વાનખેડેને જેલમાં મોકલવાની ભાષા બોલી રહ્યા છે, ત્યારે હવે પ્રભાકર તરફથી આવો ખુલાસો કરવામાં આવે છે. એનો મતલબ એવો થાય કે પ્રભાકર ઉપર કોઈ દબાણ લાવી રહ્યું છે એવો દાવો પણ રામ કદમે કર્યો હતો.

જીતની ખુશીમાં પાકિસ્તાનીઓ ભાન ભૂલ્યા, કરાચીના રસ્તાઓ પર કર્યું ફાયરિંગ; આટલા લોકોને ગોળી વાગી

Join Our WhatsApp Community
MNS Dabangai: ઑફિસમાં મહિલા સાથે MNS નેતાની મારપીટ: ઘટનાનો વિડીયો સામે આવતા ઉઠી આવી માંગ
Anil Ambani: ઉદ્યોગપતિ અનિલ અંબાણી પર CBI નો ગાળિયો,CBI ના ખુલાસાથી ઉદ્યોગ જગતમાં ખળભળાટ
Nashik Defence Production: નાશિક બનશે ભારતનો ‘ડિફેન્સ હબ’: NIMA-આર્ટિલરી સ્કૂલ વચ્ચે મહત્ત્વ નો સહયોગ
Raj Thackeray: રાજ ઠાકરે ફરી ‘માતોશ્રી’ પર; ત્રણ મહિનામાં આટલી વખત લીધી ઉદ્ધવ ઠાકરેની મુલાકાત
Exit mobile version