Site icon

આસામમાં પૂરનો કહેર, 20 જિલ્લામાં પૂરની સ્થિતિ, આટલા લોકો થયા પ્રભાવિત.. જાણો વિગતે 

News Continuous Bureau | Mumbai 

રાજધાની દિલ્હી(Delhi), યુપી(UP) સહિત ઉત્તર ભારતના મોટાભાગના રાજ્યોના લોકો આ દિવસોમાં કાળઝાળ ગરમી(Heat)થી પરેશાન છે. હવે વરસાદ (Rain)જલ્દી આવે તેની રાહ જોવાઈ રહી છે. પરંતુ દેશનો એક ભાગ એવો પણ છે જ્યાં ગરમી નથી, પૂર(Flood) અને વરસાદે(rain) ભયંકર સ્થિતિ સર્જી છે. હા, કેટલી મોટી તબાહી છે, તેનો અંદાજો આ તસવીર પરથી લગાવી શકાય છે.  

 

આસામ(Assam)માં પૂરથી 20 જિલ્લાના લગભગ 2 લાખ લોકો પ્રભાવિત થયા છે. અવિરત વરસાદને કારણે ભૂસ્ખલન(Landslide)ને કારણે રેલ(rail) અને માર્ગ(Road) સંપર્ક તૂટી ગયો છે. સોશિયલ મીડિયા પર લોકો આસામના પૂરગ્રસ્ત લોકો માટે પ્રાર્થના કરી રહ્યા છે.  દિમા હસાઓ હિલ ડિસ્ટ્રિક્ટનો દેશના અન્ય ભાગો સાથે સંપર્ક તૂટી ગયો છે. મંગળવારે સવાર સુધી ઓછામાં ઓછા 8 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ જણાવ્યું છે કે હોજાઈમાં 78,157 લોકો અને કચરમાં 51,357 લોકો પૂરથી પ્રભાવિત થયા છે.

Thane Metro: થાણેમાં સોમવારે દોડશે મેટ્રો! આ 10 સ્ટેશનો પર ટ્રાયલ રન, એક ક્લિકમાં વાંચો સંપૂર્ણ માહિતી.
Panipuri controversy: પાણીપુરીવાળા સામે મહિલા એ રસ્તા વચ્ચે કર્યું એવું કામ કે વિડીયો એ મચાવી સોશિયલ મીડિયા પર ધૂમ
Western Railway updates: 19 નવેમ્બર સુધી જોધપુર-હડપસર એક્સપ્રેસ અમદાવાદ સ્ટેશન પર રોકાશે નહીં
Navratri 2025: મહારાષ્ટ્ર ના આ શહેર માં લેઝર લાઇટ પર પ્રતિબંધ; નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરાશે
Exit mobile version