Site icon News Continuous Bureau | Mumbai

માત્ર અન્ય જાતિ ધર્મો જ શા માટે- 9 રાજ્યોમાં હિંદુઓને પણ લઘુમતી ગણો- સુપ્રીમમાં અરજી થઈ-જાણો વિગત

News Continuous Bureau | Mumbai

દેશના નવ રાજ્યો(states)માં હિંદુઓ લઘુમતી(Hindus minority) હોવાનો ચોંકાવનારો અહેવાલ બહાર આવ્યો છે ત્યારે આ નવ રાજ્યોમાં હિંદુઓને લઘુમતીનો દરજ્જો આપવાની માગણી કરતી એક અરજી સુપ્રીમ કોર્ટ(Supreme Court)માં કરવામાં આવી છે. આ રાજ્યોમાં હિંદુઓની સંખ્યા ઓછી થઈ છે, ત્યારે સુપ્રીમ કોર્ટે હિંદુઓને અધિકારો ન મળ્યા હોય તા સક્ષમ ઉદાહરણ રજૂ કરવાનો આદેશ આપ્યો હતો.

Join Our WhatsApp Channel

કોર્ટમાં અરજદાર નવ રાજ્યોમાં હિંદુઓને લઘુમતીનો દરજ્જો આપવાની માગણી કરી છે ત્યારે આ અરજી પર સુનાવણી સુપ્રીમ કોર્ટની બેંચે અરજદાર દેવકીનંદર ઠાકરુના વકીલને કહ્યું હતું કે અમારી સમક્ષ એવા ઉદાહરણ રજૂ કરો જેમાં સાબિત કરી શકાય કે હિંદુઓ લઘુમતીમાં હોય અને તેમને અધિકાર ના મળ્યો હતો. 

આ સમાચાર પણ વાંચો : વિદેશમાં જવા ઈચ્છુકોમાં વધારો. પાસપોર્ટની અરજી માટે અપોઈન્ટમેન્ટ મેળવવા પણ લાંબુ વેઇટિંગ લિસ્ટ.. જાણો વિગત

અરજદારે એવો દાવો કર્યો છે કે લઘુમતીના અધિકાર માત્ર ક્રિશ્ચન, મુસ્લિમ, શીખ, બોદ્ધ, પારસી અને જૈનો પૂરતા સીમિત છે. તો નવ રાજ્યમાં હિંદુઓ લઘુમતીમાં છે તો તેમને પણ તેનો લાભ મળવો જોઈએ. 

આ અરજી પર બે અઠવાડિયા બાદ સુનાવણી થવાની છે. આ દરમિયાન કોર્ટે કહ્યું હતું કે જો કોઈ હિંદુને તેના અધિકારો આપવામાં ના પાડવામાં આવી હોય તો આ અંગે વિચાર કરવામાં આવશે.

Vibrant Gujarat 2027 Mumbai Roadshow વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૭: આજે મુંબઈના ધ તાજ મહલ પેલેસ ખાતે ભવ્ય રોડ શો, CM ભૂપેન્દ્ર પટેલ ઉદ્યોગપતિઓ સાથે કરશે બેઠક
Dombivli Police Quick Action આશા છોડી દીધી હતી ત્યાં પોલીસે કરી કમાલ ડોમ્બિવલીમાં રોકડ અને દસ્તાવેજો ભરેલું પર્સ કલાકોમાં મહિલાને પરત મળ્યું
Disha Salian Death Case દિશા સાલિયાનનું મોત આત્મહત્યા કે ષડયંત્ર? બોમ્બે હાઈકોર્ટના આદેશ બાદ હવે CBI કરશે દૂધનું દૂધ અને પાણીનું પાણી
Bhavnagar Para Yard Remodeling ભાવનગર રેલવેને ₹125 કરોડની ભેટ પરા યાર્ડ રિમોડેલિંગ પ્રોજેક્ટને મળી મંજૂરી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર થશે મજબૂત
Exit mobile version