Site icon

પાણીનું ટેન્શન વધ્યુ… મહારાષ્ટ્રના  બંધમાં માત્ર આટલા ટકા પાણીનો સ્ટોક બચ્યો… જાણો વિગતે

 

News Continuous Bureau | Mumbai 

Join Our WhatsApp Community

હવામાન ખાતા(Meteorological Department) એ આ વર્ષે ચોમાસાનું(monsoon) આગમન જલદી થવાની આગાહી(Forecast) કરી છે. એ સાથે જ ચોમાસું પણ સારું રહેશે એવો વર્તારો કર્યો છે. જોકે હાલની પરિસ્થિતિમાં મહારાષ્ટ્રના(Maharashtra) બંધમાં(Dam) માત્ર 37 ટકા જેટલો પાણીનો સ્ટોક(Water stock) બચ્યો છે. રાજ્યના અમુક જિલ્લામાં પાણીની કારમી અછત સર્જાઈ છે અને ટેન્કરથી પાણી પુરવઠો(Water supply) કરવામાં આવી રહ્યો છે.

મુંબઈને બાકત કરતા રાજ્યના અન્ય જિલ્લામાં બંધમાં પાણીનું સ્તર સતત ઘટી રહ્યું છે. અનેક જિલ્લામાં ટેન્કર દ્વારા પાણી પુરવઠો કરવામાં આવી રહ્યો છે.  રાજ્યના મોટા, મધ્યમ અને નાના પાયાની સિંચાઈ યોજનાઓ(બંધ)માં 25 મેના રોજ 36.68 ટકા પાણીનો સ્ટોક બચ્યો છે,  જે ગયા વર્ષે આ જ  સમયગાળામાં 36.27 ટકા હતું.

રાજ્યના સિંચાઈ ખાતાના કહેવા મુજબ  અછતગ્રસ્ત વિસ્તારોમાં પણ 401 ટેન્કરો દ્વારા પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. રાજ્યમાં ઉપલબ્ધ જળસ્ત્રોતોમાંથી(water sources) નાગરિકોને સરળતાથી પાણી પહોંચાડવાનું સરકારનું આયોજન છે. આ માટે સમયાંતરે પાણી પુરવઠાની સમીક્ષા કરીને શહેરીજનોને પૂરતું પાણી મળી રહે તે માટે પગલાં લેવામાં આવી રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો : જ્ઞાનવાપી મસ્જિદ મામલા વચ્ચે હવે આ રાજ્યના મસ્જિદ નીચેથી 'મંદિર' મળ્યું હોવાનો દાવો, જાણો કોર્ટે શું આપ્યો આદેશ

હાલમાં રાજ્યમાં જળ સંગ્રહને ધ્યાનમાં લઈએ તો અમરાવતી વિભાગમાં(Amravati Division) 1924 મિલિયન ક્યુબિક મીટર છે, જે વિભાગના કુલ સંગ્રહના 47.22 ટકા છે. તે પછી મરાઠવાડા વિભાગમાં(Marathwada Division) 45.13 ટકા, કોંકણમાં 44.65 ટકા છે, નાગપુર વિભાગમાં 35.18 ટકા છે, નાસિક વિભાગમાં  35.62 ટકા છે જ્યારે પુણે વિભાગમાં 28.8 ટકા પાણી ઉપલબ્ધ છે.

રાજ્ય સરકાર અછતગ્રસ્ત વિસ્તારોમાં નાગરિકોને રાહત આપવા માટે વિવિધ પગલાં અમલમાં મૂકી રહી છે. આ અંતર્ગત અછતગ્રસ્ત ગામો અને ખેતરોમાં ટેન્કર દ્વારા જરૂરિયાત મુજબ પાણી ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યું છે. કોંકણ પ્રદેશમાં 101 ટેન્કર દ્વારા 155 ગામો અને 499 ખેતરોમાં પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. નાસિક વિભાગના 117 ગામોને, 199 વાડીઓને 102 ટેન્કર, પુણે વિભાગમાં 360 વાડીઓને 71 ટેન્કર અને 70 ટેન્કર, 43 ગામોને 59 ટેન્કર, ઔરંગાબાદ વિભાગમાં 23 વાડીઓમાં અને અમરાવતી વિભાગના 69 ગામોને 69 ટેન્કર દ્વારા પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે.
 

Indian Railway: સાબરમતી-જોધપુર એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે
Shri Tuljabhavani Navratri: મહારાષ્ટ્ર સરકારે શ્રી તુળજાભવાની નવરાત્રિ મહોત્સવને ‘મુખ્ય મહોત્સવ’નો દરજ્જો આપ્યો, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો થશે.
Supreme Court order: 31 જાન્યુઆરી 2026 સુધીમાં મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી
Jammu and Kashmir: જમ્મુ-કાશ્મીરમાં આટલા ટકા થી વધુ મહિલાઓ છે અપરિણીત, જાણો તેની પાછળના કારણો
Exit mobile version