ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
11 માર્ચ 2021
મહારાષ્ટ્રમાં સૌથી ઝડપી ગતિએ કોરોના ચેપ વધી રહ્યો છે. રાજ્યમાં કોરોનાના દર્દીઓ માં ફરી ભયંકર વધારો નોંધાયો છે. અહીં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 13,659 કેસ નોંધાયા છે અને 54 દર્દીના મોત નિપજ્યા છે. જ્યારે 9913 દર્દી સાજા થયા છે અને રાજ્યમાં હાલ કોરોનાના 99,008 એક્ટિવ કેસ છે.
ઉલેખનીય છે કે 7 ઓક્ટોબર પછીનો આ સૌથી મોટો આંકડો છે. તે દિવસે 14,578 કેસ નોંધાયા હતા. લગભગ 15 દિવસ પહેલા સુધી અહીં 5-6 હજાર કેસ આવતા હતા. દેશમાં અત્યારે 60% થી વધુ દર્દીઓ મહારાષ્ટ્ર ના છે.
મહારાષ્ટ્રમાં અત્યાર સુધી 22,52,057 કોરોનાથી સંક્રમિત થઈ ચુક્યા છે. એટલે કે દર્દીનું પ્રમાણ રાજ્યમાં 13.16 ટકા છે. અને મરણાંક 52,610 થયો છે. આથી દર્દીનું મરણાંક પ્રમાણ 2.34 ટકા થયું છે. જ્યારે રાજ્યમાં કોરોનાથી રિકવર થવાનું પ્રમાણ 93.21 ટકા છે. એટલે કે આજ દિન સુધી 20,99,207 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.