Site icon News Continuous Bureau | Mumbai

NCP, કૉન્ગ્રેસ અને શિવસેનાના શાસનમાં ખેડૂતો આધારહીન, દર મહિને આટલા લોકો આત્મહત્યા કરે છે; આંકડો સાંભળીને ચોંકી જશો. 

મહારાષ્ટ્રના વિદર્ભ ક્ષેત્રમાં છેલ્લા 16 મહિનામાં કુલ 1784 ખેડૂતોએ આત્મહત્યા કરી છે, જેનો અર્થ થાય છે કે દર મહિને 111 ખેડૂતોએ આત્મહત્યા કરી પોતાનો જીવ ગુમાવ્યો છે.

સૌથી વધુ મોત અમરાવતી ડિવિઝનના યવતમાલમાં થયા છે. 2020માં, આ જિલ્લામાં 319 ખેડૂતોએ આત્મહત્યા કરી હતી. એ જ સમયે, આ વર્ષે ચાર મહિનામાં 83 ખેડૂતોએ પોતાનું જીવન ટૂંકાવ્યું છે.  

Join Our WhatsApp Channel

યવતમાલ બાદ સૌથી વધુ ખરાબ પરિસ્થિતિ બુલઢાણા જિલ્લાની છે, જ્યાં ગયા વર્ષે 268 અને આ વર્ષે 73 ખેડૂતોએ આત્મહત્યા કરી છે.

અમરાવતી જિલ્લામાં ગયા વર્ષે 295 અને આ વર્ષે 54 ખેડૂતોએ આત્મહત્યા કરી હતી. નાગપુર વિભાગમાં, છેલ્લા  16 મહિનામાં 386 ખેડૂતોએ આત્મહત્યા કરી છે. અહીં વર્ધા જિલ્લામાં સૌથી વધુ નુકસાન થયું છે, જ્યાં ગયા વર્ષે 152 અને આ વર્ષે 40 ખેડૂતોનાં મોત થયાં છે.

 મલાડમાં ચાલતા આ ગોરખધંધાનો પર્દાફાશ; બેકરી દ્વારા ચાલતું હતું ડ્રગ્સનું રેકેટ, જાણો વિગત

Maharashtra Farmers Drought Aid દુષ્કાળગ્રસ્ત ખેડૂતો માટે મોટી જાહેરાત દિવાળી પહેલાં દરેક ખેડૂતના ખાતામાં જમા થશે આટલા હજાર રૂપિયા…
Old Monk Ban Controversy ગરીબી મેં આટા ગીલા.. ઓલ્ડ મંકના વેચાણ પર પ્રતિબંધથી શોખીનો નિરાશ, મહારાષ્ટ્ર સરકારને અધધ આટલા કરોડની એક્સાઇઝ આવકનું નુકસાન
Eknath Shinde Mahayuti Rift મહાયુતિમાં શું રંધાઈ રહ્યું છે? બે મોટી ઘટનાઓથી સામે આવી મુખ્યમંત્રી એકનાથ શિંદેની નારાજગી
Maharashtra Flat Registration Ban ઘર ખરીદનારાઓ સાવધાન મહારાષ્ટ્ર સરકારે મંજૂર નકશા વિરુદ્ધ બનેલા ફ્લેટના દસ્તાવેજ રજિસ્ટ્રેશન પર મૂકી રોક
Exit mobile version