News Continuous Bureau | Mumbai
પીએમ નરેન્દ્ર મોદી(PM Narendra Modi) કેરળની બે દિવસીય(Kerala visit) મુલાકાતે છે. ગુરુવારે, તેમણે 'આદિ શંકરાચાર્ય જન્મભૂમિ ક્ષેત્ર'(Birthplace of Adi Shankaracharya) મુલાકાત લીધી હતી અને પ્રાર્થના કરી હતી, જે આદિ શંકરાચાર્યનું જન્મસ્થળ છે. આ સ્થળ કેરળના એર્નાકુલમ જિલ્લાના કાલાડી ગામમાં છે. આ દરમિયાન પીએમ મોદી પરંપરાગત પોશાકમાં જોવા મળ્યા હતા. પીએમ મોદીએ અહીં 45 મિનિટ વિતાવી અને પ્રાર્થના કરી.
I feel very blessed to be at the Sri Adishankara Janmabhumi Kshetram. It is indeed a special place. Generations to come will remain indebted to the great Adi Shankaracharya for his rich contribution towards protecting our culture. pic.twitter.com/5VCwxcEbFq
— Narendra Modi (@narendramodi) September 1, 2022
પીએમ મોદી(PM Modi) ગળામાં રૂદ્રાક્ષ(Rudrakhs), પરંપરાગત લુંગી(Lungi), અંગવસ્ત્રમ અને ફુલ બાંયના શર્ટમાં જોવા મળ્યા હતા. તેમનો પોશાક અહીંની સંસ્કૃતિ સાથે સંપૂર્ણ રીતે મેળ ખાતો હતો. કેરળમાં પહેલીવાર પીએમ મોદી આ સ્ટાઈલમાં જોવા મળ્યા હતા.
આ સમાચાર પણ વાંચો : પાકિસ્તાનમાં થયેલી અતિવૃષ્ટિની અસર ગુજરાતમાં- કચ્છનું રણ દરિયામાં ફેરવાયું- જુઓ વિડિયો
આદિ શંકરાચાર્ય તેમના 'અદ્વૈત' ફિલસૂફી માટે જાણીતા છે. આદિ શંકરાચાર્યનું જન્મસ્થળ પેરિયાર નદીના કિનારે આવેલું છે. ઉલ્લેખનીય છે કે PM મોદીએ ઉત્તરાખંડના કેદારનાથ મંદિરમાં આદિ શંકરાચાર્યની 12 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કર્યું હતું.
