Site icon

PM નરેન્દ્ર મોદીએ વંદે ભારત ટ્રેનને આપી લીલી ઝંડી- હવે ગાંધીનગરથી મુંબઈ માત્ર 6 કલાકમાં પહોંચી શકાશે- જાણો સમયપત્રક અને ટિકિટ બુકિંગ વિશે

PM Modi virtually flags off Uttarakhand`s first Vande Bharat Train

હવે આ રાજ્યને મળી તેની પ્રથમ વંદે ભારત ટ્રેન, પીએમ મોદીએ દેખાડી લીલી ઝંડી.. જુઓ વિડીયો..

News Continuous Bureau | Mumbai

વડા પ્રધાન નરેન્દ્ર મોદી(Prime minister Narendra Modi) હાલ ગુજરાતના પ્રવાસે છે. દરમિયાન આજે તેમણે દેશની ત્રીજી વંદે ભારત એક્સપ્રેસ(Vande Bharat Express)ને લીલી ઝંડી બતાવી છે. આ ટ્રેન ગાંધીનગર(Gandhinagar)થી મુંબઈ(Mumbai) વચ્ચે ચાલશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર રેલવે સ્ટેશનથી ટ્રેનને લીલી ઝંડી આપીને અમદાવાદ(Ahemdabad) જવા ટ્રેનમાં બેસ્યા હતા. ટ્રેનમાં સવાર થઈને પીએમ મોદી કાલુપુર રેલવે સ્ટેશન પહોંચ્યા હતા. જ્યાં તેમણે મેટ્રો ટ્રેનને લીલી ઝંડી આપી હતી. આ સાથે જ અમદાવાદીઓને નવી ભેટ મળી છે.  

Join Our WhatsApp Community

પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરે જારી કરેલી અખબારી યાદી મુજબ, અમદાવાદ અને મુંબઈ સેન્ટ્રલ વચ્ચેની ઉદઘાટક યાત્રા માટે યાત્રીઓ તેમની ટિકિટ બુક કરાવી શકશે. આ ટ્રેન ઉદ્ઘાટન દરમિયાન ટ્રેન નંબર 09404 તરીકે અમદાવાદથી 14.00 કલાકે ઉપડશે અને તે જ દિવસે 19.35 કલાકે મુંબઈ સેન્ટ્રલ(Mumbai central) પહોંચશે. આ ટ્રેન વડોદરા(Vadodara) અને સુરત(Surat) સ્ટેશન પર ઉભી રહેશે.

આ સમાચાર પણ વાંચો :  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં નવરાત્રી મહોત્સવની લીધી મુલાકાત- મા અંબેની આરતી કરી- જુઓ વિડીયો

વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસનું નિયમિત પરિચાલન આવતીકાલથી શરૂ થશે. આ ટ્રેન અઠવાડિયામાં માત્ર 6 દિવસ ચાલશે અને રવિવારે નહીં ચાલે. ટ્રેન નં. 20901 મુંબઈ સેન્ટ્રલ – ગાંધીનગર કેપિટલ વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસ મુંબઈ સેન્ટ્રલથી 06.10 કલાકે ઉપડશે અને 12.30 કલાકે ગાંધીનગર કેપિટલ પહોંચશે. તેવી જ રીતે, પરત દિશામાં ટ્રેન નંબર 20902 ગાંધીનગર કેપિટલ – મુંબઈ સેન્ટ્રલ વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસ ગાંધીનગર કેપિટલથી 14.05 કલાકે ઉપડશે અને 20.35 કલાકે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે. આ ટ્રેન બંને દિશામાં સુરત, વડોદરા અને અમદાવાદ સ્ટેશનો પર ઉભી રહેશે.  

અમદાવાદ અને મુંબઈ સેન્ટ્રલ વચ્ચેની ઉદઘાટક સેવા ટ્રેન નંબર 09404નું બુકિંગ ખુલ્યું છે (Vande Bharat Express Train Booking Start) જ્યારે ટ્રેન નંબર 20901/20902 માટેનું બુકિંગ આજથી PRS કાઉન્ટર અને IRCTC વેબસાઇટ પર શરૂ થઈ ગયું છે. ટ્રેનના પરિચાલન સમય, સ્ટોપેજ અને સંરચના વિશે વિગતવાર માહિતી માટે યાત્રીઓ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

આ સમાચાર પણ વાંચો :  ઠંડા ઠંડા-કૂલ કૂલ-પશ્ચિમ રેલવે આવતીકાલથી વધુ 31 એસી લોકલ સેવાઓ દોડાવશે- બહાર પાડ્યું નવું ટાઈમ ટેબલ- જાણો ટ્રેનોનો પૂરો શેડ્યુલ અહીં 

Garvi Gurjari: ગરવી ગુર્જરી દ્વારા છેલ્લા ૦૭ મહિનામાં રાજ્ય-રાજ્ય બહાર રૂા.૧૭ કરોડથી વધારે કિંમતની સ્વદેશી હાથશાળ-હસ્તકલાની ચીજ વસ્તુઓનું વેચાણ
Delhi Blast: દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટું એક્શન, ૪ આતંકવાદી ડોક્ટરોના લાઇસન્સ રદ્દ, કરકિર્દીનો આવ્યો અંત.
Bihar Election Results 2025: બિહાર CM કોણ બનશે? JDU નેતા શ્યામ રજકે ચૂંટણી પરિણામો પહેલા જ કરી દીધો સૌથી મોટો દાવો, રાજકારણમાં ગરમાવો!
Gujarat ATS: ગુજરાત એટીએસની મોટી કાર્યવાહી! પાકિસ્તાન સાથે સંબંધ ધરાવતા આતંકવાદી શંકાસ્પદની ધરપકડ
Exit mobile version