News Continuous Bureau | Mumbai
પંજાબમાં કોંગ્રેસનો સફાયો થઈ ગયો છે તો પૂર્વ સીએમ કેપ્ટન અમરિન્દર સિંહનુ સામ્રાજ્ય પણ ધ્વસ્ત થઈ ગયું છે.
કેપ્ટન પટિયાલાની વિધાનસભા બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર અજિત પાલ સિંહની સામે હારી ગયા છે.
અહીં કેપ્ટન અમરિન્દર સિંહ 13 હજાર મતથી હારી ગયા છે.
2017માં કોંગ્રેસમાંથી ચૂંટણી લડનારા અમરિન્દરસિંહે આ બેઠક પર 52000 કરતા વધારે મત થી જીત્યા હતા.
કોંગ્રેસે તેમને સીએમ તરીકે હટાવી દીધા બાદ કેપ્ટને પોતાની પંજાબ લોક કોંગ્રેસ નામની પાર્ટી બનાવી હતી.
પંજાબ ચૂંટણી માટે તેમની પાર્ટીએ ભાજપ સાથે જોડાણ કર્યુ હતુ.
કેપ્ટન અમરિન્દરસિંહ ભારતીય સેનામાં પણ ફરજ બજાવી ચુકયા છે.
આ સમાચાર પણ વાંચો : યોગી-મોદીની જોડીએ કર્યો કમાલ, તૂટ્યો 45 વર્ષ જૂનો રેકોર્ડ રેકોર્ડ; યુપીમાં ઐતિહાસિક જીત તરફ ભાજપ…
