Site icon

અરે વાહ- ગુજરાતમાં ખુલ્યો અનોખો કેફે-અહીં એક કિલો પ્લાસ્ટિક સામે મળે છે મફત નાસ્તો-જાણો વિગત

News Continuous Bureau | Mumbai 

કેન્દ્ર સરકારે(Central Government) પહેલી જુલાઈથી દેશભરમાં પ્લાસ્ટિક પર પ્રતિબંધ(Plastic Ban) લાદી દીધો છે અને તેનો સખત અમલ કરવામાં આવવાનો છે. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડે(Central Pollution Control Board) સિંગલ યુઝ પ્લાસ્ટિક(Single use plastic) પર પ્રતિબંધ માટે કડક નિયમો ઘડ્યા છે. આ પૃષ્ઠભૂમિમાં ગુજરાતમાં(Gujarat) એક અનોખો કાફે શરૂ કરવામાં આવ્યો છે. આ કેફેનું નામ 'નેચરલ પ્લાસ્ટિક કેફે'(Natural Plastic Cafe) છે. આ કેફેની ખાસિયત એ છે કે અહીં પ્લાસ્ટિકનો ઉપયોગ કરવામાં આવશે નહીં. આ કેફેમાં માત્ર ઓર્ગેનિક ઉત્પાદનો(Organic products) જ તૈયાર કરવામાં આવશે.

Join Our WhatsApp Community

જૂનાગઢમાં(Junagadh) આ 'નેચરલ પ્લાસ્ટિક કાફે' માં જવા માટે તમારે પૈસાની જરૂર નથી, તમારે ફક્ત ઘરમાંથી પ્લાસ્ટિકનો કચરો(Plastic waste) એકઠો કરવાનો છે. પ્લાસ્ટિક આપ્યા પછી, તમે આ કાફેમાં તમારું મનપસંદ ખોરાક ખાઈ શકશો.

જો તમે આ કાફેમાં 500 ગ્રામ પ્લાસ્ટિક આપો છો, તો તમે તેના બદલામાં 1 ગ્લાસ લીંબુનું શરબત(Lemon juice) પી શકો છો અને જો તમે 1 કિલો પ્લાસ્ટિક આપો છો, તો તમને 1 પ્લેટ ઢોકળા અથવા 1 થાળી પૌહા આપવામાં આવશે. આ કેફેમાં તમે ગુજરાતી ફૂડની(Gujarati food) પણ મજા માણી શકો છો. તમે અહીં જેટલું પ્લાસ્ટિક ભેગું અને સંગ્રહ કરશો, તેટલો જ વધુ ખોરાક તમને આપવામાં આવશે. 

આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્રના અંતરિયાળ ભાગોમાં પૂર જેવી સ્થિતિ- અમરાવતી માં ધસમસતા પાણી ઘૂસી ગયા- જુઓ વિડિયો

જૂનાગઢ જિલ્લા કલેકટર દ્વારા તાજેતરમાં આ પ્લાસ્ટિક કાફેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત પ્રશાસને કાફેમાંથી પ્લાસ્ટિકનો કચરો એકઠો કરવા માટે એક સંસ્થાની નિમણૂક કરી છે. આ સંસ્થા આ પ્લાસ્ટિક વેસ્ટનો યોગ્ય રીતે નિકાલ કરશે.
 

UshaUpadhyay: ‘ઝરૂખો’માં વરિષ્ઠ કવયિત્રી વાર્તાકાર ડૉ.ઉષા ઉપાધ્યાય સાથે એક સાંજ
Mira Road Police Attack: પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો કરનાર 4 વ્યક્તિઓની ધરપકડ; પોલીસે જે વિસ્તારમાં હુમલો થયો ત્યાં જ આરોપીઓનું સરઘસ કાઢ્યું
Maharashtra Freedom of Religion Bill 2026: મહારાષ્ટ્રમાં ધર્મ સ્વતંત્રતા બિલ રજૂ, માતાના મૂળ ધર્મથી નક્કી થશે બાળકની ઓળખ; જાણો શું છે આ નવો કાયદો
Maharashtra Free Education for Girls: દીકરીઓના ભણતરમાં આડખીલી રૂપ બનતી કોલેજો સાવધાન! ફી માફી યોજનામાં ગેરરીતિ કરનાર સંસ્થાઓ સામે સરકારનો લાલ આંખ; જાણો નવો આદેશ
Exit mobile version