ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૧૬ એપ્રિલ 2021
શુક્રવાર
મહારાષ્ટ્રમાં લોકડાઉન હોવા છતાં રસ્તા પર ટ્રાફિક ઓછો નથી થઈ રહ્યો. લોકો કોઈને કોઈ બહાના હેઠળ વાહન લઇને રસ્તા પર નીકળી પડે છે. હવે આ પરિસ્થિતિ ને ઠેકાણે પાડવા મહારાષ્ટ્ર સરકાર કડક પગલાં લેવાનું વિચારી રહી છે. મહારાષ્ટ્રના પ્રધાન વિજય વડટ્ટીવારે પત્રકારોને કહ્યું હતું કે પેટ્રોલ પંપો માત્ર અતિઆવશ્યક સુવિધા પ્રદાન કરનાર વાહનો માટે જ ચાલુ રાખવાનો રાજ્ય સરકાર વિચાર કરી રહી છે. આ સંદર્ભે આગામી બે કે ત્રણ દિવસમાં નિર્ણય થઇ શકે છે.
આખરે કુંભમેળામાં 10 અખાડા માંથી એક અખાડો માની ગયો, કુંભ પુરો થયો તેની જાહેરાત કરાઈ.